ભુજ : શંભુલાલ ચંદ્રશંકર જોશી (બલભદ્ર) (ઉ.વ. 75) (નિવૃત્ત બેંક ઓફ ઈન્ડિયા) તે
સ્વ. જમનાબેન ચંદ્રશંકર જોશી (બચુ મહારાજ) ગઢશીશા હાલે ભુજના પુત્ર, સ્વ. મનોરમાબેનના પતિ, દીપા મનીષકુમાર ગાવડિયા, બ્રિજેશ અને મેહુલ (વસઈ મુંબઈ)ના
પિતા તા. 17-12-2025ના
અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 18-12-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન
6, શિવ સોસાયટી, ઘનશ્યામ નગર, ભુજથી નીકળશે.
ભુજ : દક્ષાબેન તુલસીદાસ ઠક્કર (ઉ.વ. 70) તે નેણબાઇ પદમશીના પુત્રવધૂ, સ્વ. ચાંપશીભાઇ કારાભાઇ કોટક (ખેડોઇ)ના પુત્રી,
તુલસીદાસ પદમશી (હરિકૃષ્ણ પ્રોવિઝન સ્ટોર)ના પત્ની, સ્વ. યોગેશ, પૂર્તિ, બિપિનના માતા,
મિતેષ મધુકાન્ત ઠક્કર (જીએમડીસી), જ્યોત્સનાબેનના
સાસુ, સ્વ. સુરેશભાઇ, દિનેશભાઇ,
અનિલભાઇ, હસ્તાબેન, દમયંતીબેન,
ધર્મિષ્ઠાબેનના ભાભી, ગં.સ્વ. સરલાબેન,
ચંદનબેન, સ્વ. રેખાબેન, રંજનબેનના
જેઠાણી, ચંચળબેન, ગં.સ્વ. રાધાબેન અનિલકુમાર
ઠક્કર, ગં.સ્વ. ઉર્મિલાબેન હરેશકુમાર ઠક્કર, નિરુબેન રમેશભાઇ માનસતાના બહેન, હાર્દિક, કુણાલ, જૈમિન, પૂનમ, દીપિકા, ખુશાલી, ચાહતના મોટીમા,
તિષ્ય, નિશ્વના નાની, રાવીના
દાદી, સ્વ. વિમળાબેન મધુકાન્ત ઠક્કર, લક્ષ્મીબેન
રામજીભાઇ ચૌહાણના વેવાણ તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-12-2025ના ગુરુવારે સાંજે 4થી 5 શેઠશ્રી સુંદરજી સેજપાલ નવી લોહાણા મહાજનવાડી (નીચેનો હોલ), વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : મોટી ઉનડોઠ (તા. માંડવી)ના ગં.સ્વ. પુરબાઈ દેવશી કટુવા
(ઉ.વ. 92) તે સ્વ. દેવશી અભા કટુવાના
પત્ની, રાયશી, લખમશી,
ગં.સ્વ. કાનબાઈ તેજાભાઇ દનિચા (ભુજ), ગં.સ્વ. રાજબાઈ
સુમાર પિંગલસુર (બારોઈ)ના માતા, સ્વ. તેજાભાઇ દનિચા (ભુજ),
સ્વ. સુમાર પિંગલસુર (બારોઈ)ના સાસુ, પુનશી,
મનોજ (કિડાણા), ભારતી રમેશ સંજોટ (મોથાળા),
લક્ષ્મી કૈલાશ અબચુંગ (ગણેશનગર-ગાંધીધામ), વિશાલ,
વિકાસના દાદી, જગદીશ દનિચા (ભુજ), પરેશ, મહેશ, હરેશ પિંગલસુર ( બારોઈ)ના
નાની, મિતેષ, કાજલ, કુનાલ, ચિરાગના પરદાદી તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
સંત રોહિદાસ નગર, ભુજ ખાતે પૂર્ણ
થઈ ગઈ છે.
ગાંધીધામ : મૂળ ગોયરસમા (તા. મુંદરા)ના મહેશ્વરી મોહન નારાણ
(આયડી) (ઉ.વ. 80) (નિવૃત્ત કે.પી.ટી. ક્રેન ડ્રાઇવર)
તે સ્વ. સોનબાઇ, સ્વ. નારાણ આયડીના પુત્ર,
કેસરબાઇના પતિ, નરેશ, ભરત,
શાન્તાબેનના પિતા, સ્વ. આલારામ, સ્વ. આત્મારામ (કરાચી), શામજી, લક્ષ્મીબેન, ખેતબાઇ, કેસરબાઇના
ભાઇ, સ્વ. રાણબાઇ, દેવીબેન (કરાચી)ના દિયર,
ખેતબાઇના જેઠ, ખેરાજભાઇ વિગોરા (નિવૃત્ત કે.પી.ટી.
ક્રેન ડ્રાઇવર), ગાંગજી, હરિભાઇના બનેવી,
ગોવિંદ આલારામ આયડી, જીવરાજ (કે.પી.ટી. ક્રેન ડ્રાઇવર),
સ્વ. નરસિંહ, જગદીશ, જેઠીબેન
(અમી), બાંયાબેનના કાકા, નરેશ, લીલાબેનના મોટાબાપા, રાજબાઇ, પારૂબેન,
ચાગબાઇ, લક્ષ્મીબેન, રંજનીબેન,
હીરુબેનના સસરા, મોહન ગોવિંદ આયડી (વિદ્યુત ટ્રાન્સ.
પ્રા.લિ.), વાલજી, શાન્તુ, રીટા, નિશા, પ્રભા, મહેક, દિવ્યા, જયેશ, ભરત, શાહીલ, ત્રિશલા, જૈના, પ્રિયાંશી, તન્મય,
નેહા, દિયા, ગૌતમના દાદા,
ઉષા મોહન આયડી, નયના જયેશ આયડીના દાદાસસરા,
હિતેક્ષા, જીલ, ધ્યાનાના
પરદાદા તા. 17-12-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (દિયાડો) તા. 18-12-2025ના ગુરુવારે આગરી, તા. 19-12-2025ના
શુક્રવારે પાણીયારો નિવાસસ્થાન ઇ-170, સપનાનગર, ગાંધીધામ
ખાતે.
આદિપુર : બીનાબેન સુરેશભાઈ તન્ના (ઉ.વ. 57) તે સુરેશભાઈ હરિલાલ તન્નાના
પત્ની, સ્વ. સવિતાબેન હરિલાલભાઈના પુત્રવધૂ,
સ્વ. વસંતાબેન અર્જુનદાસ કાનાબારના પુત્રી, પૂર્વી
પવાણી, નિધિ બડિયાના માતા, રાહુલ અને રજતના
મોટા મમ્મી, બિંદુબેન જયેશભાઈ તન્ના (રાજકોટ), સ્વ. હિતેષભાઇ તન્ના, નયનાબેન હિતેનભાઈ રાયઠઠ્ઠા,
સ્વ. લીનાબેન દિલીપભાઈ કોટેચા, ગ.સ્વ. ભારતીબેન
નટવરલાલ ઓંધિયાના ભાભી, પીયૂષ જગદીશભાઈ પવાણી (ગાયત્રી મસાલા),
સોનુ ચેતનભાઈ બળિયાના સાસુ, હેત, કાનાના નાની, ગ.સ્વ. મધુબેન કિરીટભાઇ જીવરાજાણી,
સ્વ. બાલકિશનભાઈ, સ્વ. પ્રદીપભાઇના બહેન તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-12-2025ના ગુરુવારે સાંજે 4થી પ લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.
અંજાર : મૂળ ભુવડના કાશીબેન રવજીભાઈ (સોનરાત) બારોટ (ઉ.વ. 91) તે સ્વ. રવજીભાઇ રામજીભાઈ
(સોનરાત) બારોટ (બારોટ સમાજના ભૂતપૂર્વ પ્રમુખ)ના પત્ની, વાસુદેવભાઈ, અરાવિંદભાઈ,
અમૃતભાઈ, દિનેશભાઈ, રતનબેનના
માતા તા. 16-12-2025ના
અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 19-12-2025ના
શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન ગોપાલ પાર્ક (મેઘપર કુંભારડી), ટ્વિકલ સ્ટાર સ્કૂલની સામે, ગોપાલ પાર્કમાં સાર્વજનિક પ્લોટ, અંજાર ખાતે.
અંજાર : રાયમા હાજિયાણી હુરબાઇ (ઉ.વ. 75) તે હાજી મામદ અલારખ્ખાના પત્ની, મુસ્તાક, રમજાન,
હમજા (હાજી)ના માતા, જુમા માનસંગના પુત્રી,
મ. હાજી આમદ જુમા, હાજી કાસમ જુમાના બહેન,
રહેમતુલા સંગરામના સાસુ, શાહીદ, સમદ, હા. સફાઅતના નાની, સાદીન,
મુઝમ્મીલ, ફૈઝલ, ઝીશાનના
દાદી તા. 16-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-12-2025ના શનિવારે સવારે 10.30થી 11.30 મસ્જિદે ખીઝરા, નવા અંજાર ખાતે.
નખત્રાણા : પાર્વતીબેન વાલજીભાઈ જબુવાણી (ઉ.વ. 85) તે સ્વ. વાલજીભાઈ વિરજીભાઈ
જબુવાણીના પત્ની, દિનેશભાઈ,
ભગવાનદાસભાઈ, લક્ષ્મીબેન (નાગપુર), પૂનમબેન (રાધાબેન) (ગાંધીધામ)ના માતા,
ઉર્વશીબેન (બેંગલોર), કુણાલ, કુંજેશ, વેદાંગ, હનીના દાદી તા.
16-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-12-2025ના ગુરુવારે સવારે 8.30થી 10.30 અને બપોરે 3થી 5 સત્યનારાયણ સનાતન સમાજ મધ્ય વિભાગ, નખત્રાણા ખાતે.
ભચાઉ : મૂળ વોંધના લીલાવતીબેન (ઉ.વ. 83) તે સ્વ. મૂળજીભાઈ જેશાભાઈ સુથારના
પત્ની, વિશનજીભાઈ, મહેશભાઈના
માતા, કમુબેન, સરસ્વતીબેનના સાસુ,
જિતેન્દ્ર, કિશન, ભાવિકા,
મમતા, શીતલના દાદી, જયાબેન
સવજીભાઈના જેઠાણી, દિલીપભાઈ, હસમુખભાઈ,
રેખાબેન, નીતાબેનના મોટીમા, ભીખુભાઈ, લાલજીભાઈ, હંસાબેન,
ઇન્દુબેન, રેવાબેનના મોટા બહેન, લક્ષ્મીબેનના નણંદ તા. 17-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-12-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ભાવેશ્વર મંદિરે, સરસ્વતી સોસાયટી, ભચાઉ ખાતે.
રાપર : મૂળ લોદ્રાણીના જ્ઞાનબા (ઉ.વ. 89) તે સ્વ. ભૂપતસિંહ લાખાજી વાઘેલાના
પત્ની, સ્વ. રવુભા ટપુભા જાડેજા (કાનમેર)ના બહેન,
દેવેન્દ્રસિંહ, નિરૂભાના ફઇ તા. 17-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 22-12-2025ના સોમવારે તથા ઉત્તરક્રિયા
તા. 27-12-2025ના શનિવારે નિવાસસ્થાન અલજીબાપુ
વાસ, રવેચી મંદિર પાસે, રાપર
ખાતે.
મેઘપર (તા. ભુજ) : રબારી વંકાભાઇ લાખાભાઇ (ઉ.વ. 79) (માકપટ રબારી સમાજના ભૂતપૂર્વ
ઉપપ્રમુખ) તે લાછુબેનના પતિ, રામીબેન
(ગડા), વાસંગભાઇ, લક્ષ્મીબેન (રતાડિયા),
રવજીના પિતા, સ્વ. મેઠા, કરમશી, સ્વ. વલુબેન (ભુજોડી), પાલીબેન
(નાના નખત્રાણા), લાખુબેન (સણોસરા), જીવીબેન
(બાલાચોડ)ના ભાઇ, સ્વ. દેવશી દેવા (ફાચરિયા)ના જમાઇ, પચાણ, ગાભા, જીવીબેન (મેઘપર),
રાણીબેન (ગડા)ના બનેવી તા. 10-12-2025ના અવસાન પામ્યા છે. તા. 20-12-2025ના આગરી તથા તા. 21-12-2025ના ઘડાઢોળ નિવાસસ્થાન મુક્તિનગર રબારીવાસ, મેઘપર, તા. ભુજ ખાતે.
નાની નાગલપર (તા. અંજાર) : વાઘજીભાઇ માવજીભાઈ કારા (ઉ.વ. 67) તે સ્વ. મેઘબાઈ માવજીભાઈ કારાના
પુત્ર, સ્વ. તેજબાઇ કારાના પતિ, દિનેશભાઈ, મહેશભાઈ, વનિતાબેન ગોપાલભાઈ
કેરાઇ, લક્ષ્મીબેન સુરેશભાઈ હીરાણી, પુષ્પાબેન
હિતેષભાઇ વેકરિયાના પિતા, શાંતાબેન, નયનાબેનના
સસરા, મનજીભાઇ, સ્વ. હીરબાઈ, સ્વ. કાનબાઈ, રવજીભાઈ, મેઘજીભાઈ,
માનબાઈ, ધનબાઈના ભાઇ, લાલબાઈના
દિયર, તેજબાઈ, જશુબેન ના જેઠ, જીત, શૌર્ય,
ક્રિષા, હિમાંશુના દાદા, રુચિ, ક્રિશ, નિમેષ, વિકેશ, નિહાલ, શાન્વીના નાના તા.
17-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 19-12-2025ના શુક્રવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન નાની નાગલપર, તા. અંજાર ખાતે.
કોડાય (તા. માંડવી) : રાજેશ પ્રવીણચંદ્ર લાલન (ઉ.વ. 62) તે લીલાવંતીબેનના પુત્ર, મંજુલાબેન ચંપકલાલ સાવલાના જમાઇ, છાયાબેનના પતિ, નિહાર અને સૈયમના પિતા, કૃપાના સસરા, નીવાના દાદા, વર્ષાબેન
જગદીશ વોરાના વેવાઇ, વેલજી પાંચારિયાના દોહિત્ર, હિતયશ મ.સા.ના સંસારી ભાઇ, સ્વ. અલ્પાબેન જેન્તીલાલ ગડાના
ભાઇ, શીલા રાજેશ વોરા, રાજુલ અમૂલ દેઢિયા,
જયેશ ચંપકલાલ સાવલાના બનેવી, જગદીશ તલકશીના ભત્રીજા,
પાયલ, કિશન, ભક્તિ નીરવ ગડાના
માસા તા. 17-12-2025ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 18-12-2025ના સવારે 9.15 કલાકે નિવાસસ્થાનેથી
નીકળશે. પ્રાર્થનાસભા તા. 20-12-2025ના
બપોરે 3.30થી 5 જૈન મહાજનવાડી, કોડાય ખાતે.
હમલા મંજલ (તા. માંડવી) : કૃષ્ણાબા તખુભા જાડેજા (ઉ.વ. 60) તે તખુભા ખાનજીના પત્ની, રણજિતસિંહ, મહિપતસિંહ,
જીતુભા, મહેન્દ્રસિંહના ભાભી, શક્તિસિંહના માતા, જગુભા અશોકસિંહના કાકી, ઉપેન્દ્રસિંહ, મયૂરસિંહ, કર્મદીપસિંહ,
પરીક્ષિતસિંહ, જયપાલસિંહ, કરણસિંહના ભાભુ તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-12-202ના સોમવારે નિવાસસ્થાને.
વિથોણ (તા. નખત્રાણા) : કુંભાર ઇબ્રાહિમ બુઢા (ઉ.વ. 90) તે અલીમામદ, અબ્દુલ (મગુ)ના પિતા, અનવર, કાસમ, સુલતાનના દાદા તા.
17-12-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 19-12-2025ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, વિથોણ ખાતે.
ઐડા (તા. અબડાસા) : જાડેજા ચંદુબા ગનુભા (ઉ.વ. 56) તે સ્વ. જાડેજા ડુંગરજી નાનુભાના
પુત્રવધૂ, જાડેજા બહાદુરાસિંહ, મહાવીરાસિંહ,
ચેતનાસિંહના માતા, જાડેજા અજિતાસિંહ, મહેન્દ્રાસિંહના ભાભી, જાડેજા અર્જુનાસિંહ, પૃથ્વીરાજાસિંહ, અભયાસિંહના ભાભુ, જાડેજા ધર્મદીપાસિંહ, મનવીરાસિંહ, લક્કીરાજાસિંહ, આર્યદીપાસિંહનાં દાદી તા. 16-12-2025નાં અવસાન પામ્યા છે. બેસણું
ઐડા ભાયાત બેઠક ખાતે.
આશાપર (તા. લખપત) : સુજાબા મલજી સોઢા (ઉ.વ.98) તે સ્વ. ગેમરાજી, હેમાજી, ભાખ્ખરસિંહ (નિવૃત્ત
પોલીસ એએસઆઇ માનકૂવા)ના માતા, ભેરજી, સ્વ.
મંગળાજી, નિંબજી, સ્વ. હાકમસિંહ,
ઇન્દ્રસિંહ, આઇદાનસિંહ, પબાજી,
સ્વ. દિપાજી, હાકમસિંહના કાકી, ભરતસિંહ, ખાનજી, સુરુભા,
સિદ્ધરાજસિંહ (કેનેડા), યુવરાજસિંહ (પો.હે.કો.),
સ્વ. કારૂભા, ઉત્તમસિંહ, પ્રભાતસિંહ, મહેન્દ્રસિંહ, સ્વ.
તણેરાજસિંહ, બળવંતસિંહ, કિશોરસિંહ,
દશરથસિંહ, લખમણસિંહ, ગુલાબસિંહ,
ભીખુભા, શંકરસિંહ, સ્વ. સતુભા,
પુનરાજસિંહ, સ્વ. ગોરધનસિંહ, સ્વ. ગેનજી, જોરૂભા, બાઉભા,
સુરતાજી, સુવુભા, રામદેવસિંહના
દાદી, રૂદ્રરાજસિંહ તથા ઓમરાજસિંહના પરદાદી તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. દસાવો
તા. 21-12-2025, બારસવિધિ તા. 23-12-2025ના મંગળવારે નિવાસસ્થાને આશાપર
ખાતે.
ગાગોદર (તા. રાપર) : દયાબા જાડેજા (ઉ.વ. 85) તે સ્વ. લાલુભા ટપુભા જાડેજાના
પત્ની, સ્વ. પ્રદીપસિંહ, સુખદેવસિંહ,
રમેશસિંહના માતા, રાજેન્દ્રસિંહ, ચંદ્રસિંહના કાકી, અજિતસિંહ, રણજિતસિંહ,
સ્વ. હરેન્દ્રસિંહ, કિરીટસિંહના ભાભી, મયૂરસિંહ, છત્રપાલસિંહ, યુવરાજસિંહ,
આદિત્યસિંહના દાદી, વેસલજી નારૂભા ઝાલા (ડુમાણા)ના
પુત્રી તા. 15-12-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 19-12-2025ના
તથા ઉત્તરક્રિયા તા. 26-12-2025ના
ભાયાતની ડેલી, ગાગોદર ખાતે.
રાજકોટ : પુષ્પાબેન જગદીશભાઇ રાઠોડ (ઉ.વ. 65) તે પ્રતાપભાઇ, તેજલબેન, જલ્પાબેન,
ભાવનાબેન, શીતલબેન, હિનાબેનના
માતા, યોગિતાબેનના સાસુ, રાજભાઇના દાદી
તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 19-12- 2025ના સાંજે 4થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, જીવનનગર-4, બ્રહ્મસમાજ
અનિલ જ્ઞાનમંદિરની પાસે, રાજકોટ ખાતે.
રાજકોટ : દીપ્તિબેન અશ્વિનભાઇ તૈલી (ઉ.વ. 40) તે અશ્વિનભાઇ નરભેરામ તૈલીના
પત્ની, રમા અને નરભેરામભાઇ તૈલીના પુત્રવધૂ,
સ્વ. ગિરીશભાઇ જેઠાભાઇ ગોવાણીના પુત્રી તા. 17-12-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 18-12-2025ના ગુરુવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન `ઝાંઝનાથ કૃપા', દામજી મેપા પ્લોટ, શેરી
નં. 2, સહકાર મેઇન રોડ, રાજકોટથી નીકળશે.