• ગુરુવાર, 09 મે, 2024

મોસમની બદલાતી રૂખથી મોંઘવારી વધવાનું જોખમ

વિશ્વભરના અર્થતંત્રોની મજબૂતી માટે ફૂગાવો અને મોંઘવારી કાબૂમાં રહે અનિવાર્ય હોય છે. ભારત સહિતના દેશો મોંઘવારીને ઘટાડવા  સતત મથતા રહ્યા છે. આવામાં દુનિયા આખીની સામે સતત જોખમ સર્જી રહેલા જળવાયુ પરિવર્તનના પડકારે કરેલી કૃષિ ક્ષેત્ર પરની અવળી અસર ઘરઆંગણે મોંઘવારીના વધારામાં પરિણમે એવા ચિંતાજનક સંકેત સાંપડી રહ્યા છે. જળવાયુ પરિવર્તનને લીધે મોસમમાં આવતા થયેલા ફેરફારને લીધે કૃષિ પાક વિફળ જઇ રહ્યો છે અને તેની સીધી અસર અનાજના ભાવો પર પડી રહી છે.  ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) પણ માન્યું છે કે, પ્રતિકૂળ હવામાનને લીધે મોંઘવારી વધી શકે છે.  સંકેત બેંકની સાથોસાથ આખા દેશ માટે ચિંતા જગાવે તેવા છે.  આરબીઆઇ દેશમાં મોંઘવારીના દરને ચાર ટકાથી નીચે રાખવા મથી રહી છે.  વખતે માર્ચ મહિનામાં છૂટક મોંઘવારીનો દર 4.9 ટકા રહેતાં આરબીઆઇને લક્ષ્યથી નજીક પહોંચી રહ્યાની રાહત અનુભવાઇ હતી. રાહત જો કે, લાંબી રહી નથી. વખતે ઘઉંના પાકની લલણી  સમયે દેશના સંખ્યાબંધ વિસ્તારોમાં ભારે વરસાદને લીધે પાક પલળી ગયો છે. ઘણું બધું અનાજ ગોદામો સુધી પહોંચે તે પહેલાં ભીંજાઇ ગયું છે.  આવી સ્થિતિમાં અનાજ સડી જવાની ભીતિ પ્રબળ બની છે.  હવે મોસમની રૂખ બદલવાની પ્રક્રિયા જો નિયમિત બની જાય તો મોટી કટોકટી સર્જાઇ શકે છે. છૂટક મોંઘવારીના મામલે સૌથી વધુ ચિંતા ખાવા-પીવાની વસ્તુઓના ભાવોની માટે રહેતી હોય છે. રોજબરોજ ઉપયોગમાં લેવાના અનાજ અને શાકભાજીના ભાવો સામાન્ય વર્ગની માટે ચિંતાની બાબત બની રહ્યા છે. આવામાં જળવાયુ પરિવર્તનના જોખમને લીધે મોંઘવારીનો બોજો વધે એવા સંકેત અશુભ ગણી શકાય તેવા છે. જળવાયુ પરિવર્તનની અસરોને દૂર કરવાનો કોઇ ઉપાય દુનિયા પાસે જણાતો નથી.મોસમના અસંતુલિત થઇ રહેલા રૂખને લીધે ગમે ત્યારે વરસાદ અને પૂરનું જોખમ ઊભું થવા લાગ્યું છે. આવા સંજોગોમાં ઊભા પાક નષ્ટ થઇ રહ્યા છે, તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થાય છે.વળી, શિયાળાની મોસમનો ગાળો ઓછો થવા લાગતાં ઘઉંના પાક પર અવળી અસર પડી રહી છે.આપણા કૃષિ ક્ષેત્રનો મોટાભાગનો હિસ્સો ચોમાસાંના મિજાજ પર અવલંબતો રહ્યો છે. ઘણાબધા વિસ્તારોમાં સિંચાઇના વિકલ્પ ઉપલબ્ધ હોવાને લીધે ખેડૂતોને વરસાદ પર નિર્ભર રહેવું પડે છે.  મોસમ સાનુકૂળ હોય તેવા સંજોગોમાં કૃષિ ઉત્પાદનમાં લગભગ દોઢ ટકા જેટલો ઘટાડો નોંધાતો હોય છે, પણ દેશભરમાં મોસમના અકળ મિજાજની અસર વ્યાપક બની રહેશે, એવી આશંકા આરબીઆઇને છે. જળવાયુ પરિવર્તનની સૌથી વધુ અસર કૃષિ ક્ષેત્રમાં અનુભવાય એવી આશંકા જાગી છે. આવનારા સમયમાં અસર વધુ ને વધુ સ્પષ્ટ બનશે તેની સાથોસાથ મોંઘવારીની માર પણ વધશે. આવા સંજોગોમાં આરબીઆઇ માટે મોંઘવારીને કાબૂમાં લેવાનું વધુ ને વધુ પડકારભર્યું બની રહેશે. ખરેખર તો કૃષિ ક્ષેત્રને મોસમના બદલાવથી રક્ષણ આપવા માટે સરકારે હવમાન અને કૃક્ષિ નિષ્ણાતોને સાથે રાખીને મંથન કરવાની તાતી જરૂરત છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang