• રવિવાર, 19 મે, 2024

ધર્મશાલાની ધીમી પિચનો ફાયદો મળ્યો : રવીન્દ્ર જાડેજા

ધર્મશાલા, તા. 6 : આઇપીએલની ગઈકાલે રમાયેલી પહેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો પંજાબ કિંગ્સ વિરુદ્ધ 24 રને સરળ વિજય થયો હતો. મેચમાં રવીન્દ્ર જાડેજાએ શાનદાર ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. તેણે 43 રન કર્યા હતા અને બાદમાં 3 વિકેટ લીધી હતી. આથી તે પ્લેયર ઓફ મેચ બન્યો હતો. સાથે તેણે સીએસકે તરફથી સૌથી વધુ વખત એવોર્ડ જીતવાનો રેકોર્ડ તોડયો હતો. જાડેજા તેના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીથી આગળ થયો હતો. જાડેજા 16મી વખત સીએસકે તરફથી મેન ઓફ મેચ બન્યો હતો. ધોનીએ એવોર્ડ 1 વખત હાંસલ કર્યો હતો. મેચ બાદ જાડેજાએ જણાવ્યું કે દિવસની મેચ હતી એટલે પિચ ધીમી હતી. અમે પાવર પ્લેમાં ઠીકઠીક રન કર્યા, પણ કોઈ ભાગીદારી થઈ નહીં. અંતમાં અમને એમ થયું કે 1-20 રન ઓછા કર્યા. બોલિંગ વખતે પિચ વધુ ધીમી પડી હતી. આથી 168 રનનો વિજય લક્ષ્ય પૂરતો છે તેવો ભરોસો જાગ્યો. અમે બાદમાં બોલિંગમાં સારો દેખાવ કર્યો. દીપક ચહર, મુસ્તાફિઝુર અને પથિરાનાની ગેરહાજરીમાં નવા ઝડપી બોલર સિમરનજીત સિંઘને તક આપવા વિશે જાડેજાએ કહ્યંy કે તે નેટમાં સતત 10 કિમીની ઝડપી બોલિંગ કરી રહ્યો હતો. તે પ્રતિભાશાળી બોલર છે. આથી અમે તેને મોકો આપ્યો. સિમરનજીત 16 રનમાં 2 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang