• રવિવાર, 19 મે, 2024

ટી-20 વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયાની જર્સીની બાંય પર ભગવો રંગ

નવી દિલ્હી, તા. 6 : અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર તા. 2 જૂનથી શરૂ થનાર ટી-20 વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયાની જર્સી આજે લોન્ચ થઈ છે. ટીમ ઇન્ડિયાની ઓફિશિયલ કિટ સ્પોન્સર એડિડાસ દ્વારા આજે જર્સી લોન્ચ કરવામાં આવી છે. ભારતીય ટીમની નવી જર્સી વી-શેપની છે. જેમાં ગળાના ભાગે તિરંગાના ત્રણ કલર છે જ્યારે હાથના ભાગે એટલે કે બાંય પર ભગવો કલર છે. જેની સાથે એડિડાસ કંપનીની લોગો પણ છે. આગળનો અને પાછળનો ભાગ બ્લ્યૂ કલરનો છે. સાઇડમાં એક ભગવા કલરની લાઇન પણ છે. જર્સી લોન્ચ થયા અગાઉ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો હતો. બાદમાં એડિડાસ કંપનીએ જર્સીની ડિઝાઇન જારી કરી દીધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang