• રવિવાર, 19 મે, 2024

કચ્છ બેઠકનું 55.05 ટકા મતદાન

ભુજ, તા. 7 : હિટવેવની આગાહી મુજબ ઉનાળાની વર્તમાન ઋતુના સૌથી  વધુ એવા આજના 43.5 ડિગ્રી તાપમાન વચ્ચે કચ્છ લોકસભા બેઠક માટે શાંતિપૂર્વક મતદાન પૂર્ણ થયું હતું. મતદાન માટે કચ્છીઓ ધારણા કરતાં સરાસરી ઉદાસીન રહેતાં મોડીરાત્રે જાહેર કરાયેલા આંકડા મુજબ 55.05?ટકા જેટલું મધ્યમ કક્ષાનું મતદાન કચ્છ બેઠક માટે થયું હતું. ક્ષત્રિય ફેક્ટર અને અન્ય પરિબળોની ઇફેક્ટ વચ્ચેના અગાઉની બે લોકસભા ચૂંટણી કરતાં તુલનાત્મક રીતે ઓછાં એવાં મતદાન સાથે કચ્છના મુખ્ય બે રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 11 ઉમેદવારનું રાજકીય ભાવિ .વી.એમ. યંત્રમાં કેદ થયું હતું. આગામી ચોથી જૂને .વી.એમ. ખોલવા સાથે જાહેર થનારું પરિણામ બતાવશે કે મધ્યમસ્તરનું મતદાન કોને ફળ્યું અને કોને નડયું. અલબત્ત, બન્ને મુખ્ય રાજકીય પક્ષ દ્વારા મતદાન બાદ પોતપોતાની જીતનો દાવો કરાયો હતો.  કચ્છ અને મોરબીના સાત વિધાનસભા મતવિસ્તાર અને 19.43 લાખ મતદાતાને આવરી લેતી કચ્છ બેઠક માટે અગાઉની બે ચૂંટણીમાં 2014માં 61.47 ટકા અને 2019માં 58.28 ટકા મતદારોએ તેમના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. વખતે બેઠકમાં બે લાખ જેટલા નવા મતદારનો ઉમેરો તથા વધુ ને વધુ મતદાન માટેના વ્યાપક પ્રયાસો અને અનેકવિધ કાર્યક્રમો તથા બહોળો પ્રચાર-પ્રસાર છતાં સાંજે વાગ્યે સમય પૂર્ણ થવા સુધી અપેક્ષા કરતાં ઓછું એવું 55.05 ટકા જેવું મધ્યમ કક્ષાનું મતદાન થયું હતું. વખતની ચૂંટણી માટે 19.43 લાખ મતદારો પૈકી  10,00,743 પુરુષમાંથી 5,94,193 અને 9,42,366 પૈકી 4,81,021 મહિલા તથા 27 અન્યએ મતદાન કર્યું હતું. કુલ 10,75,221 મતદાતાએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. પુરુષની સરખામણીએ 1,13,192 જેટલી મહિલા મતદારની સંખ્યા ઓછી રહી હતી. ઓછી ટકાવારી આઠ ટકા રહી છે.  ક્ષત્રિયોની નારાજગીના લીધે સર્જાયેલા વિરોધના માહોલ અન્વયે તકેદારી અને સલામતિની વિશેષ વ્યવસ્થા તૈનાત કરાઇ હતી. અલબત્ત, ક્યાંય ઘર્ષણ કે અન્ય કોઇ અનિચ્છનીય બનાવ બનવા સાથે મતદાન પ્રક્રિયા શાંતિથી પૂર્ણ કરાતાં સંબંધિત સૌને હાશકારો થયો હતો.  વિધાનસભા વિસ્તાર મુજબ કચ્છ બેઠક માટે અબડાસામાં 56.53 ટકા, માંડવી 62.45 ટકા, ભુજમાં 57.23 ટકા, અંજાર 55.50, ગાંધીધામ 49.46 અને રાપરમાં 48.20 મળી કચ્છની બેઠકનું મતદાન 54.82 ટકા રહ્યું હતું, જ્યારે મોરબી વિધાનસભા વિસ્તારે લાજ રાખી હતી અને 58.26 ટકા જેવું તુલનાત્મક રીતે ઊંચું મતદાન આપ્યું હતું. આજે સવારે સાત વાગ્યાથી સાંજે વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન કચ્છમિત્રએ પોતાના બે ડઝન જેટલા રિપોર્ટર્સ, તસવીરકારો અને 60થી વધુ પ્રતિનિધિની ટીમ સાથે  મોરબીથી કોટેશ્વર અને ખાવડાથી મુંદરા સુધીનો વિસ્તાર ખૂંદતા લોકશાહીના સૌથી મોટા યજ્ઞના ઉત્સાહ અને નિરસતા સાથેનો પરંપરાગત માહોલ ઝિલાયો હતો. જાગૃત મતદારોએ વહેલી સવારથી મતદાન બૂથની વાટ પકડી હતી, તો વયોવૃદ્ધ અને વૃદ્ધ ઉમરના તથા દિવ્યાંગ મતદારો ઉપરાંત ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં રોકાયેલા જાગૃતો પણ તેમની મતદાનની ફરજ ચૂક્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત પોશાકમાં સજ્જ લોકશાહીના ઘડવૈયાઓએ અનેરો માહોલ ઊભો કર્યો હતો. ગરમીની અસર આજે એટલી અસરકારક રહી હતી કે, સવારે 11 વાગ્યા સુધી અને છેલ્લે ચારથી વચ્ચેના ગાળામાં બૂથ ઉપર મતદારોનો પ્રવાહ મહત્તમ રહ્યો હતો. ગરમીના કારણે બપોરે એકથી ત્રણ વાગ્યા દરમ્યાન સમગ્ર જિલ્લામાં સરાસરી 6.92 ટકા જેટલું અત્યંત નીચું મતદાન નોંધાયું હતું. સાંજે વાગ્યે મતદાન માટેનો સમય પૂર્ણ થયા બાદ ચૂંટણીપંચ અને વહીવટી તંત્ર દ્વારા .વી.એમ. સીલ કરવા અને હસ્તગત કરવા સાથે તેને સ્ટ્રોંગરૂમ સુધી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. તંત્રનો વ્યાયામ રાત્રિ સુધી અવિરત રહ્યો હતો. આગામી તા. ચોથી જૂનના .વી.એમ. ખૂલવા સાથે રાજ્ય અને દેશના અન્ય ભાગો સાથે કચ્છ બેઠકનું પણ પરિણામ જાહેર થશે. ચૂંટણીપંચની કડક આચારસંહિતા અને માર્ગદર્શિકા અન્વયે અગાઉની ચૂંટણીઓમાં જોવા મળેલા મતદારોને બૂથ સુધી પહોંચાડવા વાહનોની દોડાદોડ સહિતનો સિનારિયો અત્યંત ઝાંખો જોવા મળ્યો હતો, તો રાજકીય પક્ષોના મંડપ પણ નિયમ મુજબના અંતરે રખાવાયા હતા. મતદાન મથકમાં મોબાઇલ ફોન લઇ જવાના મુદ્દે એકાદ-બે સ્થળે બોલાચાલી સિવાય સમગ્ર પ્રક્રિયા શાંતિથી પૂરી કરાઇ હતી. પોલીસ સાથે ગૃહરક્ષક દળ અને અર્ધલશ્કરી દળના સ્ટાફે બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી હતી. દરમ્યાન એક યાદીમાં ચૂંટણીના ભાજપના ઉમેદવાર સાંસદ વિનોદભાઇ ચાવડાએ સખત ગરમી વચ્ચે મતદાન કરી લોકશાહીના યજ્ઞમાં સામેલ થનારા મતદારો સહિત સૌ સંબંધિતોનો આભાર વ્યક્ત કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang