• રવિવાર, 19 મે, 2024

સામાન્ય મુદ્દે ભુજમાં આધેડની હત્યા

ભુજ, તા. 7 : ગાડી ધીમી ચલાવાના સામાન્ય મુદ્દે થયેલા ઝઘડામાં શહેરના સરપટ નાકા બહાર 0 વર્ષિય આધેડ રમેશભાઈ મુશાભાઈ કોલીને છરી-કોયતાથી પતિ-પત્ની અને બે દીકરાએ હત્યા નીપજાવ્યાનો બનાવ બનતા આજે લોકશાહીની ચૂંટણીમાં બંદોબસ્તમાં રોકાયેલી પોલીસની દોડધામ વધી હતી. આજે સાંજે 4થી 4.30 વાગ્યા દરમ્યાન સરપટનાકા બહાર આશાબા પીરની દરગાહની ાસમે મરર્ગ પર ઘટેલી ઘટના અંગે જી. કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં મૃતક રમેશભાઈના પુત્ર ઈશ્વરભાઈએ નોંધાવેલી વિગતો મુજબ તે તથા તેના પિતા રમેશભાઈ તથા અન્ય દસેક લોકો સાથે મળીને લધાભાઈની કેપર ગાડીથી કંકાવતી ડેમ ખાતે માછીમાર કરવા જઈ રહ્યા હતા. કરસનભાઈ ગાડી પુરપાટ ચલાવી રહ્યા હોવાથી રમેશભાઈએ તેને ગાડી ધીમી ચલાવાનું કહેતા બાબતે બોલાચાલી થઈ હતી. આથી રમેશભાઈએ કહ્યું કે અમોને ઘરે પાછા ઉતારી આવો ત્યારબાદ ઘટના સ્થળે ઝઘડો થતાં કરશન તથા તેના પત્ની રમીલા અને બે પુત્રો ગોવિંદ અને અરવિંદે છરી તથા કોઈતા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આથી લોહી નિકળતી હાલતમાં તેઅળોને સારવાર અથ :જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતા ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યા હતા. હત્યાના બનાવને લઈને આજે ચૂંટણી અનુસંધાને બંદોબસ્તમાં રોકાયેલી બી-ડિવિઝન પોલીસના પી. આઈ. રાકેશ ઠુમ્મર પોલીસ સ્ટાફ સાથે ઘઠના સ્થળે ધસી ગયા હતા. બનાવમાં અન્ય લોકો પણ ઘાયલ થયાનું જાણવા મળ્યું છે. હત્યા અંગે રાત સુધી વિધિવત ફરિયાદ દાખલ થઈ નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang