• રવિવાર, 19 મે, 2024

સામખિયાળી રેલવે મથકનાં પાર્કિંગમાંથી રિક્ષાની ઉઠાંતરી

ભુજ, તા. 7 : મોરબીનો રિક્ષાચાલક હાજીપીરના મેળા અર્થે રિક્ષા લઇને આવ્યો હતો અને રિક્ષાના ટાયર ગરમ થઇ જતા તે રિક્ષા સાથે હાજીપીર સુધી પહોંચી શકે તેમ હોવાથી તેણે રિક્ષા સામખિયાળી રેલવે મથકના પાર્કિંગમાં પાર્ક કરતા રૂા. 1.17 લાખની રિક્ષાની ઉઠાંતરી થયાનો બનાવ સામે આવ્યો છે. અંગે ગાંધીધામ રેલવે પોલીસ મથકમાં મોરબી બાજુના રિક્ષા ચાલક રમજુશા હાજીશા શહામદારે નોંધાવેલી ફરિયાદ મુજબ તે ત્રણ માસથી હાજીભાઇ કુરેશીની સીએનજી રિક્ષા નં. જી.જે. 36 યુ 4872 પેસેન્જર ભાડાથી ફેરવતો હતો. ગત તા. 27-4ના ફરિયાદી પરિવાર સાથે રિક્ષા લઇ હાજીપીરના ઉર્ષ માટે નીકળ્યો હતો. સામખિયાળી પહોંચતા રિક્ષાના ટાયર ગરમ થતા રિક્ષા તેણે સામખિયાળીના રેલવે મથકના પાર્કિંગ વિસ્તાર જ્યાં પે પાર્કિંગ નથી ત્યાં લોક કરી રાખીને અન્ય વાહનથી હાજીપીર નીકળી ગયા બાદ તા. 30-4ના અડધી રાત્રે પરત ફરતા રિક્ષા દેખાઇ હતી. આમ કોઇ અજાણ્યા ચોર ઇસમ અન્ય ચાવીનો ઉપયોગ કરીને અથવા લોક તોડી ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang