• રવિવાર, 19 મે, 2024

રાજસ્થાન સામે દિલ્હીનો 20 રને વિજય

નવી દિલ્હી, તા. 7 : અહીંના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે આઈપીએલની 56મી મેચના દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મુકાબલામાં ડીસીએ 8 વિકેટે 221 રન કરી 222 રનના મળેલા લક્ષ્યને પાર પાડવા મેદાને ઊતરેલી આરઆરની ટીમે સારી ટક્કર આપવા છતાં તે નિષ્ફળ રહી હતી અને 20 ઓવરમાં 201 રન બનાવી શકી હતી. રાજસ્થાનની સતત બીજી હાર છે. દિલ્હીની જીતથી હવે તે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને આવી ગઈ છે. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને 46 દડામાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 86 રન કર્યા હતા. જો કે, એક તબક્કે સંજૂએ આતશી ઈનિંગ્સથી દિલ્હીને ટક્કર આપી હતી, પણ હોપના કેચના વિવાદ વચ્ચે થર્ડ એમ્પાયરે આઉટ આપ્યો હતો અને આરઆરની રનગતિ ધીમી થઈ હતી. સેમસન પછીના બેટધરો કમાલ કરવામાં નિષ્ફળ નીવડતાં આખરે ટીમને હારનો સામનો કરવો પડયો હતો. દિલ્હી વતી કુલદીપ યાદવે 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટ ખેરવી હતી, જ્યારે ખલિલ અને મુકેશને 2-2 વિકેટ મળી હતી. અગાઉ ઓપનિંગ જોડી જેક ફ્રેઝર મેકગર્ગ અને અભિષેક પોરેલની આતશી અર્ધસદી બાદ ડેથ ઓવર્સમાં ટ્રિસ્ટન સ્ટબ્સના પાવર હિટિંગથી રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધની કરો યા મરો સમાન મેચમાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે 221 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. જેક ફ્રેઝરે ફરી એકવાર વિસ્ફોટક બેટિંગ કરીને માત્ર 20 દડામાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાથી 0 રન કર્યાં હતા. નવા ઓપનર અભિષેક પોરેલે પણ પ્રમોટ થયાનો ફાયદો લઇને 36 દડામાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાથી આક્રમક 6 રનની ઇનિંગ્સ રમી હતી. બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 26 દડામાં 60 રનની તાબડતોબ ભાગીદારી નોંધાઇ હતી. અંતમાં આફ્રિકી બેટર ટિસ્ટ્રન સ્ટબ્સે રાજસ્થાન રોયલ્સના બોલરોની ધોલાઇ કરીને 20 દડામાં 3 ચોગ્ગા-3 છગ્ગાથી 41 રન કર્યાં હતા.  આખરી ત્રણ ઓવરમાં દિલ્હી કેપિટલ્સે હલ્લાબોલ કરીને અનુક્રમે 21, 14 અને 18 રનનો ઉમેરા સાથે 3 રન બનાવ્યા હતા. આથી તેનો સ્કોર 8 વિકેટે 221 રને પહોંચી ગયો હતો. દિલ્હીના અન્ય બેટર્સ સાઇ હોપ 1, અક્ષર પટેલ 1, કપ્તાન ઋષભ પંત 1, ગુલબદીન નઇમ 19 અને રસીખ સલામ 9 રને આઉટ થયા હતા. કુલદીપ રને નોટઆઉટ રહ્યો હતો. રાજસ્થાન તરફથી રવિચંદ્રન અશ્વિને 24 રનમાં 3 વિકેટ લીધી હતી. બોલ્ટ, સંદીપ અને ચહલને 1-1 વિકેટ મળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang