• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકાની મજબૂત સ્થિતિ

ગબેરહા, તા. 20 : ઓસ્ટ્રેલિયા અને દ. આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી  બીજી ટેસ્ટમાં યજમાન ટીમ દ. આફ્રિકાએ કેપ્ટન ટેમ્બા બવુમા (179 રન)ની મદદથી પોતાની પકડ મજબૂત બનાવી છે. ટેસ્ટના ત્રીજા દિવસે રમત પૂરી થઈ ત્યાં સુધી ચાર ઓવરમાં ત્રણ રન બનાવી ઓસી.એ એક વિકેટ ગુમાવી હતી. નિક મેડિન્સને ચાર બોલ રમીને રબાડાની બોલિંગમાં હાર્મરને કેચ આપી દીધો હતો, તો ટ્રેવિસ હેડ (1), સ્કોટ બોલેન્ડ (2) દાવમાં રહ્યા હતા. અગાઉ, ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વરસાદ વિલન બન્યો હતો. અંતે ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાએ પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. કેપ્ટન ટેમ્બા બવુમાની સંયમિત 179 રનની મેરેથોન ઇનિંગ્સ તેમજ પૂંછડિયા બેટ્સમેનોના સારા પ્રદર્શનના બળે દક્ષિણ આફ્રિકાએ 127.1 ઓવરમાં 9 વિકેટે 425 રને દાવ ડિક્લેર કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બાલિંગ કરવાનો ઓસ્ટ્રેલિયાનો નિર્ણય શરૂઆતમાં સાચો સાબિત થતો જણાતો હતો. સ્કોટ બોલેન્ડે ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. જો કે, કેપ્ટન બવુમાએ એક છેડો સાચવી રાખી 334 બોલમાં 179 રન ફટકાર્યા હતા. ત્યારબાદ લોઅર ઓર્ડરમાં માર્કો યાન્સને 85 રન કર્યા હતા. તેની સાથે સાયમન હાર્મરે પણ 82 રન બનાવ્યા હતા ઓસ્ટ્રેલિયા તરફથી બોલેન્ડે  4 અને મિચેલ સ્ટાર્કે 3 વિકેટ પોતાના નામે કરી હતી. માર્નસ લાબુશેનને 1 સફળતા મળી હતી. શ્રેણીમાં 1-0થી આગળ ચાલી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે હવે મેચમાં ટકી રહેવા માટે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં વિશાળ સ્કોર ઊભો કરવો પડશે. અલબત્ત, આ મેચ ડ્રો જાય તેવી શક્યતા વધુ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd