• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

મોટા કપાયામાં યુવકે ગળેફાંસો ખાઇ જીવ દીધો

ભુજ, તા. 20 : મૂળ કુંદનપુર-કેરા હાલે મોટા કપાયામાં રહેતા 20 વર્ષીય યુવક ઇશ્વર ખીમજી મહેશ્વરીએ આજે ગળેફાંસો ખાઇ જીવ દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની વ્યાપી હતી. આ અંગે મુંદરા પોલીસ મથકે જાહેર કરાયેલી વિગતો મુજબ મૂળ કુંદનપુર-કેરા હાલે મોટા કપાયા શિવરાજનગર સોસાયટીમાં રહેતો યુવક ઇશ્વર મહેશ્વરીએ કોઇ અગમ્ય કારણોસર આજે પોતાના ઘરે રૂમમાં પંખામાં અજરખના કાપડ વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd