• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

દશેરાના દિવસે વાહનોનો ઘોડો દોડયો...

કચ્છમાં દશેરાના પાવન અવસરે વાહનોનો ઘોડો બરોબરનો દોડયો હતો. ભુજ, ગાંધીધામ, અંજાર, મુંદરા સહિતમાં આવેલા શોરૂમમાં લોકોએ આ શુકનવંતા દિવસે વાહનોની ખરીદી કરી હતી. કચ્છમાં 900થી વધુ ટુ-વ્હીલર અને 250થી વધુ ગાડી ખરીદાઇ હતી. જિલ્લામથક ભુજમાં 108 જેટલી ગાડી, તો 400થી વધુ નવાં દ્વિચક્રી વાહનો રસ્તા પર દોડતાં થયાં હતાં. મારુતિની વિવિધ મોડેલની દશેરાના દિવસે 50 અને નવરાત્રિ દરમ્યાન 250 ગાડીની ડિલિવરી કરાયાનું કૈલાસ મહેતાએ જણાવ્યું હતું, તો બજાજ પલ્સર, ચેતક-ઇવી સહિતના 146 દ્વિચક્રી વાહનોની ખરીદી કરાયાનું મીત ઠક્કર અને ઉર્વિન ઠક્કરે વિગતો આપતાં કહ્યું હતું. હ્યુંડાઇની 35 ગાડીની ડિલિવરી થયાનું ઘનશ્યામ જોશીએ જણાવ્યું હતું, તો સુજલ ગોરે એક્સેસ સહિતના 80 નવાં વાહનોની ડિલિવરી અપાયાનું કહ્યું હતું. એકંદરે વાહનોની ખરીદીનું પ્રમાણ ગત વર્ષની સાપેક્ષમાં વધારે રહ્યું છે. પ્રસ્તુત તસવીર ભુજ અને  ગાંધીધામના શોરૂમની છે. ગાંધીધામમાં 500થી વધુ દ્વિચક્રી વાહનો અને 100થી વધુ નવી કારો રસ્તા ઉપર ઊતરી હતી. દ્વિચક્રી વાહનો પૈકી  હીરો  મોટર્સના 80 વાહનની ખરીદી થઈ હોવાનું  કવોલિટીના નીરવ ગુપ્તાએ કહ્યું હતું, તો સુઝુકીના અંજાર, ભચાઉ  અને ગાંધીધામમાં 143  અને  શ્રી હરસિદ્ધિ ઓટો વિંગ બજાજના નવા શરૂ થયેલા શોરૂમમાં આજે 45 વાહનો રસ્તા ઉપર ઊતર્યાં હોવાનું પ્રણવ અગ્રવાલે કહ્યું હતું. બી.એમ. ઓટોલિન્કના હોન્ડાના શોરૂમમાં 150  નવા બાઈક-સ્કૂટર ખરીદાયાનું વીકી રામચંદાણીએ જણાવ્યું હતું, તો યામાહાની 43 બાઈકની આજે ડિલિવરી થઈ હોવાનું કરણભાઈએ  કહ્યું હતું.  બી.એમ. ઓટોલિન્કના અરેના અને  નેકસામાંથી મારુતિની 40 કારની ડિલિવરી થઈ  હોવાનું  સીઈઓ સમીર નાઈકે જણાવ્યું હતું. કચ્છમાં હ્યુંડાઈની 65, મહિન્દ્રાની 65 અને  કિઆની 30 કારની ડિલિવરી કરાઈ હોવાનું બી. મંગતરામના  ધીરેન રામચંદાણીએ  જણાવ્યેં હતું,  તો  રેનોલ્ડની  દશેરાના 18 ગાડીઓની ડિલિવરી થઈ હોવાનું બાપુસ ઓટોલિન્કના  વિશાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd