કેરા (તા. ભુજ), તા. 20 : રંગબેરંગી
પંડાલ, આકર્ષક પ્રવેશ, કચ્છી-ગુજરાતી
બાંધણીની છટા, ગરબા, દૂહા, છંદ, રાસ, લય, તાલ સંગીતની લ્હાણ પાંચ વર્ષથી 85 વયજૂથના અબાલ-વૃદ્ધ સૌ કંપાલામાં ગરબે ઘૂમી રહ્યા છે. 3500 જેટલા ખેલૈયાનો ઉત્સાહ કંપાલાથી
કેન્યા, યુ.કે. સુધી જોવા મળ્યો હતો. આયોજન છે કચ્છી
લેવા પટેલ સમાજ-કંપાલાનું. બુકોટોમાં આવેલા સ્વામિનારાયણ કોમ્પ્લેક્સના આ દૃશ્યો હસુભાઇને
આભારી હોવાનું પ્રમુખ જિતેશભાઇ વાઘજિયાણીએ કચ્છમિત્રને જણાવ્યું હતું. જો ભુડિયા પરિવારે
તે સમયે આટલું ઔદાર્ય ન દાખવ્યું હોત તો આજે સુવિધાઓ ન હોત. વિદેશની ભૂમિ પર આદ્યશક્તિની
આરાધના પરંપરા પ્રમાણે થઇ રહી છે. મૂળ કચ્છ મેઘપરના હાલા કંપાલામાં સફળ વ્યવસાયી એવા
જિતેશભાઇ વાઘજિયાણી કહે છે, નવરાત્રિમાં નવેનવ દિવસ વિવિધ હરીફાઇઓ
યોજાય છે. અંતિમ નોરતે મેગા ફાઇનલનું આયોજન કરાય છે. કમિટીના મુકેશ ગોંડરિયા,
જયંતીલાલ જેસાણી, સોનલ પાધરા, ભાવેશ વરસાણી, કૌશિક હાલાઇ, ઘનશ્યામ
હીરાણી, મનસુખ ગોરસિયા, મુકેશ હીરાણી,
બિપિન પિંડોરિયા, અલ્પા ગોંડલિયા, ધનુબેન કેરાઇ, મુકેશ વાઘજિયાણી, સુરેશ પટેલ, પ્રશાંત પટેલ, રમેશ
જેસાણી, વિનોદ વરસાણી, સામજી પટેલ સહિત
મહિલા વિભાગ જહેમત ઉઠાવી રહ્યો છે. સમાજે અહીં સંસ્કૃતિને શોભે એ રીતે પંડાલ રચ્યો
છે, જેમાં ભારતીય પરંપરા અને માઇભક્તોને સમર્પિત વેશભૂષા પરિધાન
આયોજન ગરિમાને ઊંચાઇ બક્ષે છે. હિતેશ રાઠોડની ટીમ ખેલૈયાને તાન મસ્તાન બનાવી રહી છે.
સનાતન વૈદિક રીતે માતાજીની શાત્રોક્ત સ્થાપના, દૈનિક આરતી અને
નવરાત્રિમાં નવદુર્ગાના પાદુર્ભાવની સમજ નવી પેઢીને અપાઇ રહી છે.