• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

હિટમેનનો સંયમ વિશ્વકપ માટે શુભ : કાર્તિક

નવી દિલ્હી, તા. 5 : વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં મુશ્કેલ સંજોગો વચ્ચે રોહિત શર્માએ રમેલી પરિપક્વ ઇનિંગ્સની પૂર્વ ભારતીય વિકેટકીપર-બેટર દિનેશ કાર્તિકે ભરપૂર સરાહના કરી છે. કાર્તિકના મતે, રોહિતની આ ઇનિંગ્સ એ બાબતની સાબિતી આપે છે કે વર્ષ 2027માં દક્ષિણ આફ્રિકાની ધરતી પર યોજાનારા વનડે વર્લ્ડ કપમાં તેનો અનુભવ ભારતીય ટીમ માટે કેટલો અનિવાર્ય સાબિત થઈ શકે છે. રોહિતની બાટિંગ રણનીતિનું મૂલ્યાંકન કરતાં કાર્તિકે જણાવ્યું કે, તેણે શરૂઆતના 40 બોલમાં માત્ર 20 જેટલા રન બનાવ્યા હતા. તેણે પોતાના આક્રમક વલણ પર કાબૂ રાખીને પ્રારંભિક વિકેટો બાદ મુશ્કેલીમાંથી ટીમને ઉગારી હતી. મુશ્કેલ સ્પેલ પાર પડયા બાદ રોહિતે અચાનક ગિયર બદલ્યો હતો અને જોતજોતામાં પોતાનો સ્ટ્રાઇક રેટ 100ને પાર પહોંચાડી દીધો હતો. કાર્તિકના મતે, મુશ્કેલ પરિસ્થિતિઓમાં ક્રીઝ પર ટકી રહેવું અને ત્યારબાદ પાછળથી ઝડપી રન બનાવીને તેની ભરપાઈ કરી લેવી એ માત્ર અનુભવી બેટધર જ કરી શકે છે. આ ઇનિંગ્સને ભવિષ્ય સાથે સાંકળતાં કાર્તિકે ઉમેર્યું કે, વેસ્ટ ઇન્ડિઝ સામે જે પ્રકારની પડકારજનક સ્થિતિ સર્જાઈ હતી, તેવી જ સામિંગ અને બાઉન્સી પરિસ્થિતિઓ 2027 વર્લ્ડ કપ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં પણ સામે આવશે. આવા સમયે દબાણ હેઠળ યુવા બેટ્સમેન બિનજરૂરી શોટ્સ રમીને વિકેટ ફેંકી દેવાની ભૂલ કરે છે, પણ રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલ જેવા ખેલાડીઓનો અનુભવ ભારત માટે ગેમ-ચેન્જર બની શકે છે. રોહિત હવે પોતાની કારકિર્દીના એ મુકામે છે જ્યાં તે બરાબર જાણે છે કે ક્યારે ડિફેન્સિવ રહેવું અને ક્યારે બોલરો પર તૂટી પડવું. ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટર અંજિક્ય રહાણેએ પણ રોહિતની આ ટેકનિકલ પરિપક્વતાને બિરદાવી હતી. રહાણેના જણાવ્યા અનુસાર, મેચની શરૂઆતમાં કેરેબિયન પેસર્સને પીચમાંથી સારો ઉછાળ મળ્યો હતો પરંતુ રોહિતે જોખમી બોલને છોડી દીધા હતા. તેણે ઋતુરાજ સાથે મળીને મજબૂત ભાગીદારી કરી હતી અને એકવાર પીચનો મિજાજ સમજી લીધા પછી સ્પિનરો સામે ખુલ્લા મને પ્રહાર કર્યા હતા.- શમીને ટીમમાં લાવવાનો કોઈ તાર્કિક અર્થ નથી : દિનેશ કાર્તિકે પેસર મોહમ્મદ શમીની વાપસી અંગે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ હવે શમીથી આગળ વધી ચૂક્યું છે અને હવે તેને ફરી ટીમમાં લાવવાનો કોઈ તાર્કિક અર્થ રહેતો નથી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd