નવી દિલ્હી, તા. 5 : આગામી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાનારી પ્રતિષ્ઠિત હોંગકોંગ
સિક્સીસ 2026 ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની
જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભુવનેશ્વર કુમારને ટીમનું સુકાન સોંપાયું છે. 7 સભ્યની આ ભારતીય ટીમમાં સ્થાનિક ક્રિકેટ
અને આઇપીએલના અનુભવી મેચ-વિનર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. હોંગકોંગ સિક્સીસના અત્યંત
ઝડપી અને આક્રમક ફોર્મેટને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ પાવર-હિટર્સ અને ચતુર બોલરોનું
મિશ્રણ પસંદ કર્યું છે. ભુવનેશ્વર કુમારની સાથે તેની ઈંઙક ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ
બેંગલુરુનો સાથી ઓલરાઉન્ડર કૃણાલ પંડયા પણ રહેશે. આ ઉપરાંત નીતીશ રાણા અને રાહુલ ત્રિપાઠી, રાહુલ તેવતિયા અને શશાંક સિંહ, ટી. નટરાજન પણ ટીમમાં રમશે. ભુવનેશ્વર કુમાર ભારત તરફથી છેલ્લે નવેમ્બર 2022માં ન્યૂઝીલેન્ડ સામે ટી20 ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો.
ત્યારબાદ સતત રાષ્ટ્રીય પસંદગીથી વંચિત રહેલા ભુવીએ ગત આઇપીએલમાં શાનદાર વાપસી કરતા
સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું. ત્યારબાદ ટીમમાં
વાપસીની ચર્ચાઓએ જોર પકડયું હતું. હવે હોંગકોંગ સિક્સીસમાં કેપ્ટન તરીકેનું તેમનું
પ્રદર્શન તેમની કારકિર્દીને નવી દિશા આપી શકે છે. - ભારત - પાકિસ્તાનની ટક્કર: આ વર્ષે ટૂર્નામેન્ટમાં કુલ 12 દેશોની ટીમો ટ્રોફી માટે દાવેદારી
નોંધાવશે. તમામ મુકાબલા ટિન ક્વોંગ રોડ રિક્રિએશન ગ્રાઉન્ડ ખાતે રમાશે. ભારતને ગ્રુપ-ઈમાં
મૂકવામાં આવ્યું છે. જેમાં પાકિસ્તાન અને સંયુક્ત
આરબ અમીરાત સામેલ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર આ ટૂર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ
બની રહેશે. - છ ખેલાડી, છ ઓવરની ઇનિંગ્સ
: હોંગકોંગ સિક્સીસનું ફોર્મેટ પરંપરાગત ક્રિકેટ કરતાં તદ્દન ભિન્ન છે.
મેચમાં બન્ને પક્ષે 6-6 ખેલાડીઓ હોય
છે અને ઇનિંગ્સ માત્ર 6 ઓવરની હોય
છે, જ્યાં પ્રત્યેક બોલ પર આક્રમક રમત અનિવાર્ય
બને છે. ભારતીય ટીમનો આ ટૂર્નામેન્ટમાં ઇતિહાસ બહુ સારો રહ્યો નથી. ભારતે છેલ્લે અને
એકમાત્ર વખત આ ખિતાબ વર્ષ 2005માં જીત્યો હતો. વર્ષ 2024માં પુનરાગમન બાદ ભારતનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું
છે. પાછલી બન્ને સીઝનમાં ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હતી. 10 મેચોમાંથી 9 મેચમાં પરાજયનો સામનો કરવો પડયો હતો.