• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

શ્રેયસ ઐયરની ખૂબી પર ઓવારી ગયા હેડ કોચ ગૌતમ ગંભીર

નવી દિલ્હી, તા. 5 : ભારતીય ટીમ 6 ઓક્ટોબરથી વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થઈ રહેલી પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણીની તૈયારીઓમાં જોતરાઈ ગઈ છે. આ શ્રેણીના પ્રારંભ પૂર્વે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કેપ્ટન શ્રેયસ ઐયરની આગવી નેતૃત્વ ક્ષમતા અને ખાસ કરીને તેના નિ:સ્વાર્થ અભિગમની ભરપૂર સરાહના કરી છે.  ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર વચ્ચેનો વ્યાવસાયિક તાલમેલ ઘણો મજબૂત છે. વર્ષ 2024માં જ્યારે ગંભીર કોલકાતા નાઇટ રાઇડર્સના મેન્ટોર હતા અને ઐયર કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી રહ્યો હતો ત્યારે આ બન્નેની જોડીએ કેકેઆરને ત્રીજી વખત આઇપીએલ ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગંભીરે આ જૂનાં સંસ્મરણોને વાગોળતા જણાવ્યું હતું કે, ઐયર સાથે કામ કરવાનો તેમનો પ્રથમ અનુભવ કેકેઆરમાં થયો હતો અને તે સમયે પોતાની જાત કરતાં ટીમને આગળ રાખવાની ઐયરની માનસિકતાએ દિલ જીતી લીધું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd