લખનઉ, તા. 5 : પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝને વન-ડે
શ્રેણીમાં હાર આપ્યા બાદ ટી-20 શ્રેણી પણ
જીતી લેવાના જુસ્સા સાથે આવતીકાલે મંગળવારે ટીમ ઇન્ડિયા પહેલી ટી-20 લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમ
પર રમશે. શ્રેયર ઐયરના સુકાનીપણા હેઠળ કાલે રમાનારા ટી-20 મુકાબલામાં કંડાની કમાલ બતાવવા
માટે વૈભવ સૂર્યવંશીએ સોમવારે મેદાન પર ભરપૂર પ્રેક્ટિસ કરીને પરસેવો પાડયો હતો. પહેલા
મુકાબલામાં પ્રારંભિક જોડી તરીકે અભિષેક શર્મા અને સંજુ સેમસન ઊતરે તેવી સંભાવના પણ
કેટલાક અહેવાલોમાં વ્યક્ત કરાઇ હતી. જો કે, વૈભવ સૂર્યવંશી અભિષેક સાથે ઊતરશે તેવા અહેવાલને વધુ સમર્થન મળ્યું હતું. તિલક
વર્મા, શિવમ દુબે, ઇશાન કિશન, સંજુ સેમસન, રવિ બિશ્નોઇ અને અર્શદીપસિંહ જેવા ખેલાડીઓ
મેદાનમાં ઊતરશે. બીજીતરફ રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, કે.એલ.
રાહુલ, રવીન્દ્ર જાડેજા, મોહમદ સિરાજ જેવા
ખેલાડીઓ ટી-20માં નહીં
રમે.