નવી દિલ્હી, તા. 30 : ઇન્ટરનેશનલ
ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ શ્રીલંકામાં પહેલીવાર રમાનારી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું
યજમાન પદ છીનવી લીધું છે. નવા યજમાન દેશના નામ પર આઇસીસીની આગામી બેઠકમાં નિર્ણય લેવામાં
આવશે. આઇસીસીએ શ્રીલંકા પાસેથી મહિલા ચેમ્પિયનશિપના યજમાન પદ છીનવી લેવાનો નિર્ણય એટલા
માટે લીધો છે કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં હાલ સરકારનું અંતરિમ પ્રશાસન ચાલી રહ્યું
છે. મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે 14 ફેબ્રુઆરીથી રમવાની હતી. જેનો
ફાઇનલ મુકાબલો 28 ફેબ્રુઆરી-2027 જાહેર થયો હતો. આઇસીસી દ્રારા
પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફી રમાડવામાં આવનાર છે. જેમાં 6 ટીમ ભાગ લેશે. નવા યજમાન પદની રેસમાં બીસીસીઆઇ
અને દ. આફ્રિકા ક્રિકેટ બોર્ડ રેસમાં હોવાના રિપોર્ટ છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ થોડા
સમય અગાઉ બરખાસ્ત થયું હતું અને હાલ સરકાર હસ્તક તેનો વહીવટ છે. આઇસીસીએ શ્રીલંકા ક્રિકેટ
બોર્ડને જલ્દીથી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવા તાકીદ કરી છે. અન્યથા બીજા શિક્ષાત્મક પગલાં
લેવાશે.