• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

મહિલા એશિયા કપમાં યુએઇ વિરુદ્ધ શ્રીલંકાનો સરળ વિજય

દુબઇ તા. 30 : મહિલા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટના ગઇકાલે રાત્રે રમાયેલી ઉદ્ઘાટન મેચમાં યજમાન ટીમ યૂએઇ વિરૂધ્ધ શ્રીલંકાનો 73 દડા બાકી રહેતા 9 વિકેટે એકતરફી વિજય થયો હતો. યૂએઇ ટીમ 19.પ ઓવરમાં 79 રનમાં જ ઓલઆઉટ થઇ હતી. આ પછી શ્રીલંકા મહિલા ટીમે ફકત 7.પ ઓવરમાં 1 વિકેટે 80 રન કરી જીત નોંધાવી હતી. લંકન કપ્તાન ચમિરા અટાપટુએ 2પ દડામાં 7 ચોગ્ગા-2 છગ્ગાથી 48 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ પહેલા શ્રીલંકા તરફથી ઝડપી બોલર મિતાલી અયોધ્યા અને અલુથ વિમુક્તિએ 3-3 વિકેટ લીધી હતી.

Panchang

dd