• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ઈંગ્લેન્ડ સામે નિસ્તેજ પાક.ની હાર

લંડન, તા. 30 : ઇંગ્લેન્ડ વિરુદ્ધની બીજી ટેસ્ટમાં પાકિસ્તાન ટીમની હાર નિશ્ચિત સમાન બની છે. 389 રનના વિજય લક્ષ્યનો પીછો કરી રહેલી પાકિસ્તાને ટીમે ચોથા દિવસની રમતમાં 194 રનમાં ઓલઆઉટ થતાં ઈંગ્લેન્ડનો 194એ વિજય થયો હતો. ઇંગ્લેન્ડની બોલિંગનો એકમાત્ર સૂદ શકીલે સામનો કર્યો હતો. તેણે 122 દડામાં 13 ચોગ્ગાથી 97 રન બનાવ્યા હતા. કપ્તાન બાબર આઝમની નિષ્ફળતા ચાલુ રહી હતી. તે 6 રને જોફ્રા આર્ચરના શોર્ટ પિચ બાઉન્સરમાં આઉટ થયો હતો. અઝાન અવૈસ 6, અબ્દુલ્લા શફીર 0 અને મોહમ્મદ રિઝવાન એક રને આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી ફરી એકવાર ઓલિ રોબિન્સને કાતિલ બોલિંગ કરીને 4 વિકેટ લીધી હતી. આ પહેલાં આજે ઈંગ્લેન્ડનો બીજો દાવ 208 રને સમાપ્ત થયો હતો, જેમાં ડેન લોરેન્સના પ4, હેરી બ્રુકના 34 અને એમિલિયો ગેના 31 રન મુખ્ય હતા. પાક. તરફથી મોહમ્મદ અબ્બાસે પ વિકેટ લીધી હતી. તેની મેચમાં કુલ 9 વિકેટ થઇ છે.

Panchang

dd