દુબઈ, તા. 30 : મહિલા ટી-20 એશિયા કપની ગ્રુપ બીની મેચમાં
ભારતે બિનઅનુભવી થાઈલેન્ડને 94 રને હાર આપી
વિજય સાથે અભિયાનનો આરંભ કર્યો છે. ભારતે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 159નો મામુલી જુમલો ખડક્યા
બાદ દીપ્તિ શર્મા અને નંદની શર્માના નેતૃત્વમાં બોલિંગ આક્રમણથી થાઈલેન્ડને 16.1 ઓવરમાં 65 રને ઓલઆઉટ કરવામાં સફળતા મેળવી
હતી. થાઈલેન્ડ તરફથી એકમાત્ર નાન્નાપાત કોંચારોએકાઈએ 48 દડામાં પાંચ ચોગ્ગા સાથે 41 રન બનાવ્યા હતા. અન્ય તમામ
બેટધર બેવડા આંકમાં પણ પહોંચી શકી ન હતી. ભારત તરફથી 150મી મેચ રમી રહેલી દીપ્તિ શર્માએ
એક પણ રન આપ્યા વિના ત્રણ વિકેટ ખેરવી હતી. નંદની શર્માએ પણ ત્રણ વિકેટ ઝડપી હતી. શ્રીચરણીએ
બે વિકેટ લીધી હતી. આ પહેલાં મહિલા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં થાઇલેન્ડની બિનઅનુભવી ટીમ સામે ભારતીય ટીમનો
9 વિકેટે 1પ9 રનનો સામાન્ય
સ્કોર થયો હતો. 10મી વિકેટમાં
શ્રીચરણી (6) અને ક્રાંતિ ગૌડ (1પ) વચ્ચે 22 રનની મહત્ત્વની અતૂટ ભાગીદારી
થઇ હતી. ભારત તરફથી એકમાત્ર શેફાલી વર્માએ આક્રમક બેટિંગ કરીને 36 દડામાં 8 ચોગ્ગા-3 છગ્ગાથી ઝડપી 64 રનની ઈનિંગ રમી હતી. પ્રતિકા રાવલે ડેબ્યૂ મેચમાં 22 રન બનાવ્યા હતા, જ્યારે સ્મૃતિ મંધાના 19, કપ્તાન હરમનપ્રીત કૌર પ, ભારતી ફૂલમાલી 13, રીચા ઘોષ 0, દીપ્તિ શર્મા પ અને પ્રેમા
રાવત 6 રને આઉટ થઇ હતી. થાઇલેન્ડ તરફથી સુલીપાન
લાઓમીએ 3 વિકેટ લીધી હતી.