નવી દિલ્હી, તા. 8 : ભારતીય ક્રિકેટ
ટીમને શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ડાબેરી બેટ્સમેન
સાઈ સુદર્શન ઈજાનાં કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયો છે. સુદર્શનના પગનાં અંગૂઠામાં
ઈજા થઈ હતી અને તેના કારણે બીસીસીઆઇના સેન્ટરઓફ એક્સિલેન્સમાં રિહેબ કરી રહ્યો હતો.
સાઈ સુદર્શનનો શ્રીલંકા પ્રવાસ ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદગી ફિટનેસ એનઓસી ઉપર નિર્ભર
હતી. ઈજામાંથી બહાર આવ્યા બાદ સુદર્શન સતત રિહેબ કરી રહ્યો હતો અને બીજી વખત અભ્યાસ
પણ શરૂ કરી ચૂક્યો હતો. જો કે હવે તે ટેસ્ટ શ્રેણી માટે પુરી રીતે ફીટ થઈ શક્યો નથી
અને બન્ને મુકાબલામાંથી તેને બહાર કરી દેવામાં આવ્યો છે. આમ ભારત માટે ખેલાડીઓની ઈજાનો
પ્રશ્ન વધુ પેચીદો બન્યો છે. સુદર્શન બહાર
થવાથી ભારતીય ટીમના બેટિંગ સંયોજનમાં પણ ફેરફારની પૂરી સંભાવના છે. ટીમમાં સુદર્શનની
હાજરીથી ડાબેરી બેટ્સમેનનું સંયોજન મજબૂત બને છે. હવે ટીમ મેનેજમેન્ટે ઉપલબ્ધ ખેલાડીઓમાંથી
સારું સંયોજન તૈયાર કરવું પડશે. ટીમમાં દેવદત્ત પડીક્કલ છે અને સુદર્શનની જગ્યાએ તેને
તક મળી શકે છે. આ ઉપરાંત અન્ય વિકલ્પ પણ ટીમ ઇન્ડિયા પાસે તૈયાર છે. ભારત અને શ્રીલંકા
વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી આઇસીસી વન ડે ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો છે. આ કારણે
બન્ને ટીમ માટે શ્રેણીમાં મળનારા અંક ખૂબ જ મહત્ત્વનો રહેશે.
ટીમ ઈન્ડિયાનું ઈજા સંકટ ઘેરાયું
જશપ્રીત બુમરાહ : ડાબા
ઘૂંટણમાં સોજાની ઈજા થઈ હતી. રિહેબ દરમ્યાન તેને દોડવામાં તકલીફ થઈ રહી છે. જેના કારણે
તેની વાપશી માટે કોઈ ચોક્કસ સમયસીમા નક્કી કરાઈ નથી.
હાર્દિક પંડયા : ડાબા ક્વાડ્રિસેપ્સની ઈજામાંથી બહાર આવતી વખતે
તેમને જમણા પગની પીડામાં દુ:ખાવો થયો હતો. જો કે સારવાર બાદ તેણે ફરીથી દોડવાનું શરૂ
કરી દીધું છે.
શુભમન ગિલ : પ્રેક્ટિસ રોશન દરમિયાન તેની જમણી આંગળીમાં ઈજા
થઈ હતી. સાવચેતીના ભાગરૂપે તે શ્રીલંકા ઈલેવન સામેની વોર્મઅપ મેચના પ્રથમ દિવસે મેદાનમાં
ઉતર્યો ન હતો. તેની ગેરહાજરીમાં કે.એલ. રાહુલે સુકાનીપદ સંભાળ્યું હતું.
સાઈ સુદર્શન : ભારત એ ટીમના પ્રવાસ દરમિયાન જમણા પગના અંગૂઠામાં
લાગેલી ઈજાના કારણે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.