કાબુલ, તા. 8 : અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર
રાશિદ ખાને વન-ડે ક્રિકેટમાં એક ઐતિહાસિક સિદ્ધિ પોતાનાં નામે કરી છે. આયર્લેન્ડ સામે
પાંચ મેચની વન-ડે શ્રેણીની બીજી મેચમાં રાશિદે 34 રન આપીને છ વિકેટ લીધી હતી. 27 વર્ષીય રાશિદની ઘાતક બોલિંગના દમે અફઘાનિસ્તાને આયર્લેન્ડને
92 રને હરાવ્યું હતું. અફઘાનિસ્તાનના
299 રનના જવાબમાં આયર્લેન્ડની ઇનિંગ્સ
207 રનમાં સમેટાઈ હતી. આ સાથે રાશિદ
વન-ડે ઇન્ટરનેશનલમાં ત્રણ વખત એક ઇનિંગ્સમાં છ કે તેથી વધારે વિકેટ લેનારો દુનિયાનો
પહેલો સ્પિનર બન્યો છે. વાનિંદુ હસારંગા, ઈમરાન તાહિર, શાહિદ આફરીદી, અકિલા
ધનંજય, સંદીપ લામિછાને અને અજંતા મેન્ડીસે પોતાની વન-ડે કારકિર્દીમાં
બે-બે વખત છ કે તેથી વધારે વિકેટ ઝડપી છે. રાશિદ ખાને 2015માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ
કર્યું હતું. જેના દોઢ વર્ષ બાદ 2017માં આયર્લેન્ડ
સામે છ વિકેટ લીધી હતી. બાદમાં 2017મા જ વિન્ડિઝ
સામે માત્ર 18 રન આપીને સાત વિકેટ લીધી હતી.
હવે ત્રીજી વખત છ કે તેથી વધારે વિકેટ લઈને ઈતિહાસ બનાવ્યો છે.