• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

અસ્મિતાનો કોરિયા માસ્ટર્સ ટૂર્નાની ફાઈનલમાં પ્રવેશ

નવી દિલ્હી, તા. 8 : ભારતીય શટલર અસ્મિતા ચાલિહાનું કોરિયા માસ્ટર્સ 2026મા શાનદાર પ્રદર્શન યથાવત્ છે. અસ્મિતાએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં જગ્યા બનાવી છે. શનિવારે દક્ષિણ કોરિયા સામે સેમિફાઇનલ મુકાબલામાં સરળતાથી હમવતન રક્ષિતા રામરાજને ત્રણ ગેમ સુધી ચાલેલા મુકાબલામાં 21-13, 16-21, 21-13થી હરાવી હતી. બન્ને ભારતીય ખેલાડી વચ્ચે મુકાબલો 48 મિનિટ સુધી ચાલ્યો હતો. હવે રવિવારે ફાઇનલમાં વર્લ્ડ નંબર 50 અસ્મિતા ચાલિહાનો સામનો ચીનની હાન કિયાન શી સામે થશે. ચીની ખેલાડીએ બીજી સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાની કિમ ગા રામને 22-20, 18-21, 21-14થી હરાવીને ખિતાબી મુકાબલાની ટિકિટ મેળવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં ટોપ સીડને બહાર કર્યા બાદ અસ્મિતા ચાલિહાએ સેમિફાઇનલમાં ઝડપી શરૂઆત કરી હતી. રક્ષિતા સામે તેણે શરૂઆતી ગેમમાં પ્રભુત્વ જમાવ્યું હતું અને વાપસીની તક આપી નહોતી. જો કે, રક્ષિતાએ પણ હાર ન માનતાં બીજી ગેમ નામે કરી હતી અને મેચ નિર્ણાયક સેટમાં પહોંચી હતી. ત્રીજી ગેમમાં અસ્મિતાએ રક્ષિતાને તક આપી નહોતી અને 21-13થી સેટ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Panchang

dd