• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

ઓસિ. સામે પ્રેકટિસ મેચમાં બાંગલાદેશથી બેટિંગનો કડૂસલો

નવી દિલ્હી, તા. 8 : 23 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચેલી બાંગલાદેશની ટીમે પ્રેક્ટિસ મેચમાં જ હથિયાર મૂકી દીધા હતા અને આખી ટીમ માત્ર 54 રનમાં સમેટાઈ ગઈ હતી. હજી બાંગલાદેશનો સામનો પેટ કમિંસ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડ જેવા ફાસ્ટ બોલર સામે થયો જ નથી ! ઓસ્ટ્રેલિયા અને બાંગલાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીનો પહેલો મુકાબલો 13 ઓગસ્ટથી શરૂ થવાનો છે. શ્રેણી શરૂ થતા પહેલાં બાંગલાદેશને પ્રેક્ટિસ મેચ રમવાની તક મળી હતી. જો કે તેમાં હાર મળી છે. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઊતરેલી બાંગલાદેશની ટીમે પહેલી ઇનિંગ્સમાં 263 રન કર્યા હતા. આ દરમિયાન સાતમા ક્રમાંકે ઊતરેલા મહેંદી હસન મિરાજે 109 રન કર્યા હતા. સામે ઓસ્ટ્રેલિયાની ટીમે ટીગ વિલીની 130 રનની મદદથી 355 રન કર્યા હતા. બાંગલાદેશ માટે હસન મહમૂદે સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં ઊતરેલી બાંગલાદેશની ટીમની પોલ ખૂલી હતી અને મેચ ડ્રો પણ કરાવી શકી નહોતી. બાંગલાદેશી બેટ્સમેનોએ હથિયાર મૂક્યા હતા અને આખી ટીમ માત્ર 54 રનમાં જ સમેટાઈ હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન બોલર કેમ્પબેલ થોમ્પસને 11 ઓવરમાં 25 રન આપીને આઠ વિકેટ લીધી હતી.

Panchang

dd