• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

આર્ય પબ્લિક સ્કૂલ અને સ્વામી વિવેકાનંદ સ્કૂલ-અંજારની આગેકૂચ

ભુજ, તા. 17 : રતનાલ ખાતે રમાયેલી કચ્છમિત્ર - એન્કર કપની બે લીગ મેચમાં આર્ય પબ્લિક સ્કૂલ-અંજાર અને સ્વામી વિવેકાનંદ સ્કૂલ-અંજારનો વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતાં માઉન્ટ કાર્મેલ ગાંધીધામે ભવ્ય ક્રિપલાણીના 24, પ્રથમેશ ક્રિપલાણીના 21 અને વિહાન વસાના 18 રનની મદદથી 6 વિકેટે 124 રન બનાવ્યા હતા. આર્ય પબ્લિક સ્કૂલ-અંજાર તરફથી કાવ્ય દામાએ ત્રણ, તો મનદીપ ચાવડા અને પ્રિયજિતસિંહ ગોહિલે એક વિકેટ ઝડપી હતી. આર્ય પબ્લિક સ્કૂલે 16.5 ઓવરમાં 5 વિકેટે 126 રન બનાવી મેચ જીતી લીધી હતી. યુગ પરમારે 33, જય લુહારે 20 અને નવીન નિશાદે 15 રન બનાવ્યા હતા. માઉન્ટ કાર્મેલ તરફથી પ્રશાંત મહેશ્વરીએ બે, તો યશરાજસિંહ સોલંકી અને મનદીપસિંહ જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી. બન્ને ટીમના બોલરોએ અનુક્રમે 30 અને 40 રન વધારાના આપ્યા હતા. કાવ્ય દામાને મેન ઓફ ધ મેચ અને યુગ પરમારને સેકન્ડ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં સરકારી હાઈસ્કૂલ રતનાલે જગદીશ માતા અને શિવમ છાંગાના 17 તેમજ વિધુર છાંગાના 14 રનની મદદથી 8 વિકેટે 103 રન બનાવ્યા હતા. સ્વામી વિવેકાનંદ સ્કૂલ અંજારે 18.2 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 106 રન બનાવી જીત મેળવી હતી. ટીમ તરફથી ધૈર્ય પલણે 19 અને કર્મદીપસિંહ ઝાલાએ 17 રન બનાવ્યા હતા. રતનાલ તરફથી માધવ આહીરે ત્રણવિધુર અને અંકિત છાંગાએ એક-એક વિકેટ ઝડપી હતી. ઝાલા મહીદીપસિંહને મેન ઓફ ધ મેચ અને માધવ આહીરને સેકન્ડ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. માધવ આહીર, રાહુલ આહીર, રણછોડ આહીર અને નંદલાલ આહીરે અમ્પાયર, તો પ્રકાશ આહીર, માધવ આહીરે સ્કોરર તરીકે સેવા આપી હતી. સ્વામી વિવેકાનંદ સ્કૂલના શિક્ષિકા રેખાબા જાડેજા અને ભક્તિબેન રાવલ તેમજ પ્રવીણ હીરાણી અને હરદેવસિંહ જાડેજા તરફથી વિજેતાને ટ્રોફી અપાઈ હતી. સુરેશ રાજગોર, માતા દીપક હાજર રહ્યા હતા. 

Panchang

dd