• મંગળવાર, 24 નવેમ્બર, 2026

દિવ્યાંગ સાધન સેવા યજ્ઞ માટે 90 લાભાર્થીની નોંધણી

કોડાય, તા. 23 : માંડવી ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ-રાપરના રજત જયંતી મહોત્સવ નિમિત્તે ચાલી રહેલા કચ્છ જિલ્લાના સૌથી મોટા દિવ્યાંગ સાધના સેવા યજ્ઞ અંતર્ગત ગાંધીધામ બાદ બીજો કેમ્પ માંડવીના શેઠ ગોકલદાસ હંસરાજ ત્રણટુકર વિવિધલક્ષી વિદ્યાલય ખાતે યોજાયો હતો. માંડવી શહેર તથા આસપાસના ગામોમાંથી આવેલા `25 દિવ્યાંગ લાભાર્થીઓએ' કૃત્રિમ હાથ કૃત્રિમ પગ અને કેલિપર્સ માટે માપ આપ્યાં. નોંધણી, માપ, સાધના તૈયાર કરવું અને પહેરાવીને ચાલવાની પ્રેકટિસ સાથે ટ્રાયલ  હાથ ધરાઈ હતી.  ટ્રાયસિકલ, વ્હીલચેર, વોકર, વોકિંગ સ્ટીક જેવી સાધન સહાય માટે `40થી વધુ લાભાર્થીઓએ' નામ નોંધાવ્યા હતા. કેમ્પ દરમિયાન રાપર ગુરુકુળથી પ્રમુખ શાત્રી સ્વામી વિજ્ઞાનસ્વરૂપદાસજી, સંચાલક ડો. શાત્રી સ્વામી અક્ષરમુનિદાસજી તથા પુરાણી સ્વામી વિવેકમુનિદાસજી ઉપસ્થિત રહ્યા હતા.  શેઠ ગોકલદાસ હંસરાજ ત્રણટુકર વિવિધલક્ષી વિદ્યાલયના કૌશિકભાઈ ભાટિયાએ શાળામાં તબીબી ટીમ તેમજ લાભાર્થીઓ માટે સ્થળ સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી હતી. બેઠકમાં 70થી વધુ દિવ્યાંગોએ કૃત્રિમ અંગ માટે માપ આપ્યા છે અને 90થી વધુ લાભાર્થીઓએ સાધન સહાય માટે નોંધણી કરાવી છે.  ભુજ મંદિર સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળ-રાપર છેલ્લા પચ્ચીસ વર્ષથી વાગડ પ્રદેશમાં શિક્ષણ, સંસ્કાર અને સમાજસેવાની જ્યોત પ્રગટાવી રહ્યું છે. ભુજ મંદિરના મહંત સદ્ગુરૂ પુરાણ સ્વામી ધર્મનંદનદાસજીના આશીર્વાદ `આપણું વાગડ સૌથી આગળ' સૂત્ર આપનાર સદ્ગુરૂ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીની પ્રેરણા તથા શાત્રી સ્વામી વિજ્ઞાનસ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ સેવાયજ્ઞની વ્યવસ્થા રાપર ગુરુકુળના સંચાલક ડો. શાત્રી સ્વામી અક્ષરમુનિદાસજી આદિ સંતમંડળ સંભાળી રહ્યું છે.  24-2પ નવેમ્બરના દેવાશિષ હોસ્પિટલ, નખત્રાણા, તા. 18-19 ડિસેમ્બર સ્વામિનારાયણ મંદિર, ભચાઉ, તા. 20થી 24 ડિસેમ્બર સ્વામિનારાયણ ગુરુકુળ રાપર ખાતે કેમ્પ યોજાશે. રજિસ્ટ્રેશન માટે મો. 96389 74629, મો. 84696 95128નો સંપર્ક સાધવા જણાવાયું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd