ભુજ, તા. 21 : સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ
કેળવવા, સમયસર સ્વાસ્થ્યની તપાસ કરાવવા પ્રોત્સાહિત
કરવા અને તંદુરસ્ત જીવનશૈલી તરફ વાળવાના હેતુ સાથે વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન મહાજન, ભુજ અને વાગડ બે ચોવીસી સ્થાનકવાસી
જૈન યુવક મંડળ, ભુજના સંયુક્ત ઉપક્રમે આયોજિત ફુલ બોડી ચેકઅપ
કેમ્પ સંપન્ન થયો હતો. આરોગ્યલક્ષી અભિયાનમાં
464 જેટલા સભ્યે ભાગ લઈને પોતાના
સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દેખાડી હતી. આરોગ્યલક્ષી આયોજનને સફળ બનાવવામાં વાગડ બે ચોવીસી
સમાજ તથા વાગડ બે ચોવીસી યુવક મંડળ મુખ્ય દાતા તરીકે તથા સહયોગી દાતા તરીકે મંછાબેન
કેશવલાલ સંઘવી પરિવારે લાભ લીધો હતો. કેમ્પમાં વધુમાં વધુ સભ્યો જોડાય અને સમાજના લોકો
સ્વાસ્થ્યની તપાસનું મહત્ત્વ સમજે તે માટે તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો ડો.
પ્રવીણ દોશી, ડો. નંદા મોરબિયા,
ડો. વીરેન્દ્ર ઝોટા, ડો. કેતુલ પૂજ અને પ્રિશિવ
પારેખ દ્વારા વીડિયો રીલ્સના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પના મેડિકલ
પાર્ટનર તરીકે લેવા પટેલ હોસ્પિટલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. સમગ્ર આરોગ્યલક્ષી
આયોજનને સુચારુ રીતે પાર પાડવામાં હોસ્પિટલના ટ્રસ્ટી ઉમેશભાઈ પિંડોરિયા, ડો. ચિંતન મહેતા તથા હોસ્પિટલના સ્ટાફમિત્રો દીપકભાઈ પરમાર, સન્ની ઠક્કર અને દીપેશ ગોરનો સહયોગ મળ્યો હતો. આ કેમ્પની વ્યવસ્થા સુચારુ રીતે
સંભાળવા બદલ વીબીસી ગામવાળી વાડીના મહેતાજી રમેશભાઈ મહેતાનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં
આવ્યો હતો. મેડિકલ કન્વીનર ભદ્રેશભાઈ દોશી અને આશિત વોરાએ મહત્ત્વની કામગીરી સંભાળી
હતી. વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન મહાજન, ભુજ અને વાગડ બે ચોવીસી
સ્થાનકવાસી જૈન યુવક મંડળ, ભુજ દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવવા
માટે સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરાયો હતો, તેવું એક યાદીમાં
મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.