• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

દરશડીમાં વ્યસનમુક્તિના પ્રચાર માટે રેલીમાં એક હજાર લોકો જોડાયા

માંડવી, તા. 20 : તાલુકાના દરશડી ગામમાં વ્યસનમુક્તિના પ્રચાર અને પ્રસાર માટે રેલીનું આયોજન કરાયું હતું, જેમાં દરશડી પ્રા. શાળા અને માધ્યમિક શાળા, મમાયમોરાની પ્રા. શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, શિક્ષકો અને ગામલોકો સહિત એક હજાર લોકો જોડાયા હતા. કચ્છ આઠ કોટિ મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ધીરજલાલજી સ્વામીના શિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ `આનંદ' મ.સા. અને તેમના શિષ્ય ઓજસમુનિ `મંગલ' મ.સા. ચાતુર્માસાર્થે દરશડી બિરાજમાન છે. તેમની નિશ્રામાં તાજેતરમાં રેલીનું આયોજન કરાયું હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઇ જોશી, ઉપપ્રમુખ જયેશભાઇ શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઇ શાહે જણાવ્યું હતું. વ્યસનમુક્તિના બેનર તથા વ્યસનમુક્તિના વિવિધ સૂત્રોચાર સાથેની આ રેલીએ ગામમાં સારું એવું આકર્ષણ જગાડયું હતું. રેલી બાદ દેવકાબેન રામજી કકા (હસ્તે અમૃતબેન દામજી રામજી કકા-હસ્તે વનિતાબેન લેક્ષ નાગડા-ભોજાય) તરફથી બાલભોજનનું બાલમંદિરથી બારમા ધોરણ સુધીના તમામ બાલક - બાલિકાઓ માટે આયોજન કરાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd