• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

અંજાર નગરપાલિકા દ્વારા નિર્મિત સ્માર્ટ લાયબ્રેરીનું આવતીકાલે લોકાર્પણ

અંજાર, તા. 10 : નગરપાલિકા દ્વારા હયાત નયા અંજાર ચકરાવા મધ્યે `મ્યુનિસિપલ નયા અંજાર સ્માર્ટ પુસ્તકાલય ભવનઆવતીકાલે તા. .12નાલોકાર્પણ કરાશે.રાજયના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ બીજલભાઇ છાંગાના હસ્તે લોકાર્પણ કરાશે.  અધ્યક્ષ સ્થાને ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકા  ઉપસ્થિત રહેશ.  ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર ,કારોબારી ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા શાસક પક્ષના નેતા ,આશિષભાઈ ઉદવાણીદંડક ગીરીશભાઈ પરમાર, ટ્વિકલબેન કે. પટેલ ,ઇન્ચાર્જ ચીફ ઓફિસર  ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે,સંપૂર્ણ વાતાનુંકુલીત સંકુલ નિર્માણ કરાયું છે. એક સાથે 100 વાચકો સરળતાથી બેસીને વાંચી શકે તેવી બેઠક વ્યવસ્થા, ખુલ્લા દ્વાર કબાટ, વાચકને પૂરતો પ્રકાશ મળે તેવી અધ્યતન વ્યવસ્થા, ભાઈઓ અને બહેનો માટે આધુનિક શૌચાલય સહિતની અદ્યતન સુવિધાઓથી  વિકસાવવામાં આવી છે. આ ગ્રંથાલયનને તથા તેના ગ્રંથોપાલને રાજ્યકક્ષા  શ્રેષ્ઠ ગ્રંથાલય અને શ્રેષ્ઠ ગ્રંથપાલ નો મોતીભાઈ અમીન એવોર્ડ પણ  એનાયત કરાયો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd