• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

બાળ ઘોરાડ મારું... પારણે ઝુલે રે લોલ....

ભુજ, તા. 10 : રાજસ્થાનથી લાવવામાં આવેલા બાળ ઘોરાડના કિસ્સામાં બીજી વખત સફળતા મળતાં બચ્ચું હવે ઉડાન પણ ભરવા લાગ્યું છે ત્યારે આ પ્રસંગને નિહાળવા ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ બે દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. પ્રાપ્ત થયેલી માહિતીના આધારે કચ્છના વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલ અને પશ્ચિમ વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરનો સંપર્ક સાધતાં તેમણે સમર્થન આપી કચ્છના વન વિભાગ દ્વારા તૈયારીઓ ચાલતી હોવાનું પણ જણાવાયું હતું. તેઓએ જણાવ્યું કે, તા. 13 અને 14 સપ્ટેમ્બર એમ બે દિવસનો કેન્દ્રીય વનમંત્રીનો પ્રવાસ નિર્ધારિત થયો છે. 13મીએ સવારે ભુજ ખાતે હોટેલ રિજેન્ટા ખાતે ચેરિયાં પર સેમિનાર યોજાનાર છે. ત્યારબાદ 14મીએ અબડાસા ઘોરાડ અભયારણ્યમાં જઇ બાળ ઘોરાડનું નિરીક્ષણ કરશે. કેમ કે હવે આ બચ્ચું સારી રીતે ઊડી શકે છે, ત્યાંથી ચેરિયાં વનની પણ મુલાકાત લેવાના છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નલિયા ખાતે ઘોરાડના ઇંડાં ઉત્પાદન સંભાળ માટે બનાવવામાં આવેલા સોફટ ટીનેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. એક બાળ પક્ષીમાં સફળતા મળતાં હવે વધારાનાં બચ્ચાં તથા ઇંડાં લાવવાની પણ યોજના છે તેથી ઘોરાડ અભયારણણ્યમાં વિલુપ્ત પક્ષીઓની સંખ્યામાં વધારો  થશે એમ જણાવ્યું હતું. બીજી બાજુ સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય વનમંત્રીની મુલાકાત સૂચક છે. કેમ કે કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા લાવવાના છે અને આ ચિત્તા વડાપ્રધાનના હસ્તે છૂટા મુકાવાના હોવાથી સ્થાનિકે આ અંગેની કેવી તૈયારીઓ ચાલે છે તેનું નિરીક્ષણ કરવા મંત્રી ખરેખર આવી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd