• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

આત્મહત્યા અટકાવવા સહાનુભૂતિ ને સધિયારો મોટી દવા

ભુજ, તા. 9 : વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસ 10મી સપ્ટેમ્બરે ઊજવાતા આ દિવસ નિમિત્તે અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સકોના જણાવ્યા પ્રમાણે આત્મહત્યાના ઘણા કિસ્સાઓમાં માનસિક બીમારી, ખાસ કરીને ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર, ગંભીર ચિંતા, વ્યસન અથવા અન્ય માનસિક સમસ્યાઓનું મોટું કારણ હોઈ શકે છે. યોગ્ય સમયે નિદાન અને સારવારથી વ્યક્તિને જીવન તરફ પરત લાવી શકાય છે. જી.કે.માં કાઉન્સાલિંગ અને દવાના સહારે આ સમસ્યા દૂર કરવા પ્રયત્નો કરાય છે. દેશમાં દર વર્ષે સરેરાશ 1.75 લાખથી વધુ આત્મહત્યા થાય છે, તો તેમને કેમ અટકાવવા એ અંગે હોસ્પિટલના મનોચિકિત્સક ડો. રિદ્ધિ ઠક્કર અને ડો. નીરવ ચાનપાના જણાવ્યા મુજબ  આજે  પણ માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા વિશે વાત કરવામાં સંકોચ અનુભવાય છે. `લોકો શું કહેશે' જેવી માન્યતાઓ વ્યક્તિને મદદ મેળવવાથી દૂર રાખી શકે છે. હકીકતમાં, સહાનુભૂતિપૂર્વક વાત કરવાથી વ્યક્તિને સધિયારો મળે છે, જે મદદ મેળવવા તરફનું પ્રથમ પગલું  બની શકે છે. હોસ્પિટલના સાયકોલોજિસ્ટ હેતલ ગોહિલે કહ્યું કે, આત્મહત્યા અટકાવવાનો બીજો ઉપાય છે શાંત બનીને દુ:ખી જનની વાત સાંભળવી. `હું તારી સાથે છું', એવા સંવેદનશીલ શબ્દો સીધી અસર કરે છે. સાથે સાથે સાંભળતી  વખતે વ્યક્તિ એવા સંકેતો આપે જેમ કે, હવે હું ટૂંક સમયમાં જતો રહીશ, આના કરતાં મરી જવું સારું, બોજ સમાન છું અને સાંભળતી વખતે વ્યક્તિનું વર્તન જેમ કે દોસ્તો અને  સમાજને પરિવારથી દૂર જતો લાગે કે પ્રિય વસ્તુ અન્યને આપી દેવાની વાત કરે જેવા સંકેત મળે, તો તુરત સતેજ બની જવું અને પ્રથમ તો આવી વ્યક્તિને માનસિક સ્વાસ્થ્ય  અને સહાયતા સાથે જોડવી, તેને એકલી તો ન જ છોડવી. જે વ્યક્તિને આત્મહત્યાનો વિચાર આવે એ ગંભીર માનસિક સંકટનો સંકેત હોવાથી તેમણે એકલા તો ન જ રહેવું અને નજીકના સગા કે દોસ્ત સાથે વાત કરવાથી ઘોર નિરાશા વચ્ચે પણ આશાનું એક કિરણ દેખાશે. વધુમાં કેન્દ્ર સરકારની ele -MANAS : માનસિક સ્વાસ્થ્ય સેવા ટોલ ફ્રી નંબર 1800-891-4416 (24ડ્ઢ7 ઉપલબ્ધ) ઉપર સંપર્ક કરી શકાય. આ સેવા સંપૂર્ણ ખાનગી અને નિ:શુલ્ક છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd