ભુજ, તા. 9 : અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર
સેના દ્વારા લોહાણા સમાજ માટે આયોજિત `િન:શુલ્ક ગરબા કલાસ'નો કચ્છી વિશા ઓસવાળ જૈન મહાજન, ભુજનાં પ્રાંગણમાં મહાનુભાવોના
હસ્તે દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાયો હતો. કચ્છના પ્રસિદ્ધ કોરિયોગ્રાફર જયેશભાઈ આહીર
તથા તેમની ટીમના સથવારે આયોજિત આ નિ:શુલ્ક ગરબા ક્લાસનો મુખ્ય ઉદ્દેશ લોહાણા સમાજના
ભાઈ-બહેનો અને યુવાનોને ગરબાની તાલીમ સાથે નવરાત્રિના પર્વ માટે તૈયાર કરવાનો છે. આ પ્રસંગે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ
ચંદે, અખિલ કચ્છ લોહાણા મહાજનના ઉપપ્રમુખ તુષારભાઈ આઇયા,
અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ પલણ, ભુજ લોહાણા મહાજનના ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, મંત્રી કમલભાઈ
કારીઆ, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, સહમંત્રી
અલ્પેશભાઈ ચંદે, સહમંત્રી પ્રફુલ્લાબેન ભીંડે, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, મહાજનના
કારોબારી સભ્ય અને બરસાના ગ્રુપના રિશિભાઈ ઠક્કર, યુવા મંડળ પ્રમુખ
નીલભાઈ સચદે, મહિલા મંડળ પ્રમુખ પલ્લવીબેન ઠક્કર, શિક્ષણ સમિતિના ચેરમેન તેજલબેન તન્ના, નગરસેવિકા વિમીબેન
ઠક્કર, મહિલા મંડળના સહમંત્રી દક્ષાબેન ચંદે, નખત્રાણા મહિલા મંડળના પ્રમુખ મીરાબેન
ઠક્કર, મહાજનના કારોબારી સભ્ય જયેશભાઈ ઠક્કર (બિટ્ટાવાળા),
જયસુખભાઈ માણેક, કલ્પેશભાઈ રૂપારેલ, રાજેશભાઈ ચોથાણી, રઘુવંશી સોશિયલ ગ્રુપના આરોગ્ય સમિતિના
ચેરમેન નવીનભાઈ રૂપારેલ, વાગડ રઘુવંશી પરિવાર ભુજ મહિલા મંડળના
પ્રમુખ લીનાબેન ઠક્કર, છઢજજના પ્રમુખ વિરેનભાઈ રઘુવંશી,
છઢજજ મહિલા પાંખના પ્રમુખ શિલ્પાબેન કોટક, અખિલ
સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના પ્રમુખ મયંકભાઈ રૂપારેલ, લોહાણા
મહાપરિષદ દયાપર ઝોનના પ્રમુખ દીપકભાઈ રેલોન, અખિલ કચ્છ લોહાણા
મહાજન યુવા સમિતિના મંત્રી અંકિતભાઈ રાયમંગિયા, ભુજ લોહાણા યુવા
મંડળના મંત્રી નમનભાઈ ઠક્કર, ઉપપ્રમુખ વરુણભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો
ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ
કોટેચા (જૂનાગઢ), લોહાણા મહાપરિષદ કચ્છ ઝોનના ઉપપ્રમુખ જયેશભાઈ
સચદે (બાપાદયાળુ) સહિતના આગેવાનો દ્વારા બિરદાવાયું હતું. આ તકે મહાજનના પ્રમુખ ડો.
મુકેશભાઈએ સમાજની એકતા અને સંગઠિત સમાજના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ ગરબા કલાસ માટે ક.વી.ઓ. પરિસર નિ:શુલ્ક આપવા બદલ
કચ્છી વિશા ઓસવાળ જૈન મહાજનના પ્રમુખ જિગરભાઈ તારાચંદભાઈ છેડા અને સમસ્ત જૈન સમાજનો
આભાર વ્યક્ત કર્યો હતો. ગરબા ક્લાસને સફળ બનાવવા માટે ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ
ઠક્કર, પૂર્વી ગ્રુપના નિશાંતભાઈ ઠક્કર, મુકેશભાઈ મહેન્દ્રભાઈ ઠક્કર (વિધિ કોર્પોરેશન, મુંબઈ-મુલુંડ),
હાઇલેન્ડના નીરવભાઈ રેલોન, નરેશભાઈ સોમૈયા,
તુષારભાઈ આઇયા, રતિલાલ પુજારા, અમિતભાઈ ચંદે, નરેનભાઈ મીરાણી, ડિંકેશભાઈ ઠક્કર, નિમેષભાઈ ઠક્કર સહિતનાએ સહયોગ આપ્યો
હતો. આ આયોજનને સફળ બનાવવા રઘુવીર સેના પ્રમુખ મયંકભાઈ રૂપારેલ, મહામંત્રી મેહુલભાઈ કોટક, દિનેશભાઈ ઠક્કર, જિગરભાઈ કોટક, ધવલભાઈ ઠક્કર, નિખિલ
ઠક્કર, સ્મિત નરમ, જય ઠક્કર, માહિર કોટક, ભાવેશ સોમૈયા, અખિલ
ઠક્કર, હિરેન, ઉજાસ, દીપ, પાર્થ ઠક્કર સહિતની ટીમ જહેમત ઉઠાવી હતી. સંચાલન
દીપકભાઈ રેલોને કર્યું હતું.