• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

કોઠારામાં ક્ષત્રિય સમાજના 230 તેજસ્વી તારલાને સન્માનિત કરાયા

વાયોર, (તા.અબડાસા), તા. 9 : તાલુકાના કોઠારામાં અબડાસા તાલુકા રાજપૂત ક્ષત્રિય સેવા ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ધો. 10થી ઉપર અભ્યાસ કરતા અને 65 ટકાથી વધુ માર્કસ મેળવનારા 230 છાત્રો અને 20 જેટલા વિવિધ ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત દીકરા-દીકરીઓ તેમજ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક મેળવનારા કુલદીપસિંહ જાડેજાનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે અબડાસા તાલુકા રાજપૂત ક્ષત્રિય સેવા ટ્રસ્ટને રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવી તરફથી ઈન્દ્રજિતસિંહ જાડેજાના પ્રયાસોથી 20 લાખનું  દાન અપાયું હતું. ભુજ રાજપૂત મહિલા છાત્રાલયના વાઈસ ચેરમેન ચેતનાબાનું બહુમાન કરાયું હતું. દાતાઓ જીવણજી ઘેલુબા પરિવાર ભારત ગ્રુપ નલિયા, અબડાસા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શૈલેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, મૂળરાજસિંહ ભીખુભા જાડેજા, રણજિતસિંહ જાડેજા રહ્યા હતા. પ્રારંભે ટ્રસ્ટ પ્રમુખ પ્રભાતસિંહ જાડેજાએ સર્વેને આવકાર્યા હતા. ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, ડો.નવુભા સોઢાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જિ.પં. ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, અબડાસા તા.પં. પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા તેમજ રામદેવસિંહ જાડેજા, ઘનશ્યામજી જાડેજા, પ્રફૂલસિંહ જાડેજા, હકુમતસિંહ જાડેજા, નિશાબા સોઢા, છત્રસિંહ સોઢા, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. ખુમાનસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, હમીરજી ધલ, વિજયસિંહ જાડેજા, નવુભા, ડોલુભા, કનુભા સોઢા, વનરાજસિંહ જાડેજા, ગંભીરસિંહ  જાડેજા, દિવ્યપાલસિંહ જાડેજા, વગેરેએ સહયોગ આપ્યો હતો. સંચાલન કિશોરી જાડેજા, પ્રતાપસિંહ સોઢાએ આભારવિધિ કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd