પ્રકાશ જ્હા દ્વારા : ગાંધીનગર, તા. 9 : વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન
કચ્છ જિલ્લામાં વીજળી, સિંચાઈ,
ગૌણ ખનિજ લીઝ, માર્ગો તથા મધ્યમ સિંચાઈ યોજનાઓ
સંબંધિત વિવિધ વિકાસકાર્યો અંગે રાજ્ય સરકાર દ્વારા વિગતો રજૂ કરવામાં આવી હતી. અબડાસાના
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે,
તા. 31 મે, 2026ની સ્થિતિએ
છેલ્લા બે વર્ષ દરમિયાન કચ્છ જિલ્લાના અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના કુલ 368 ગામમાં જરૂરિયાત મુજબ જર્જરિત વીજ થાંભલા અને વીજ વાયરો બદલવાની
કામગીરી કરવામાં આવી છે, જેમાં અબડાસાના
136, લખપતના 100 અને નખત્રાણાના 132 ગામનો સમાવેશ થાય છે. આ કામગીરી
પાછળ કુલ રૂા. 461.39 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. અબડાસા અને લખપત તાલુકામાં નર્મદાનું પાણી સિંચાઈ
માટે આપવા અંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાના પ્રશ્નના જવાબમાં જળસંપત્તિ
મંત્રી (રાજ્યકક્ષાએ)એ જણાવ્યું હતું કે મોડકૂબા નર્મદા કેનાલનું એક્સટેન્શન કરીને
અબડાસા તાલુકામાં નર્મદાનું સિંચાઈ માટે પાણી આપવા અંગે સર્વે અને ઇન્વેસ્ટિગેશન માટે
વહીવટી મંજૂરી આપવામાં આવી છે. સર્વે તથા ઇન્વેસ્ટિગેશનની કામગીરી પૂર્ણ થયા બાદ લાભાન્વિત
ગામોની સંખ્યા અને થનારા ખર્ચ નક્કી કરવામાં આવશે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના પ્રશ્નના જવાબમાં
મુખ્યમંત્રી (ખાણ અને ખનિજ)એ જણાવ્યું હતું કે, ખાનગી જમીન માલિકોને પોતાની જમીનમાં ગૌણ ખનિજની લીઝ સરળતાથી મળી રહે તે માટે
ઊફતય જ્ઞર ઉજ્ઞશક્ષલ ઇાuતશક્ષયતત
અંતર્ગત ગુજરાત ગૌણ ખનિજ છૂટછાટ નિયમો- 2017માં જોગવાઈઓ કરવામાં આવી છે. તા. 1 ઓગસ્ટ,
2024થી તા. 31 જુલાઈ, 2025 દરમિયાન 114 મંજૂરી, જ્યારે તા. 1 ઓગસ્ટ,
2025થી તા. 31 જુલાઈ, 2026 દરમિયાન 152 મંજૂરી આપવામાં આવી છે. પ્રદ્યુમનસિંહ
જાડેજાના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી (માર્ગ અને મકાન)એ જણાવ્યું હતું કે, તા. 31 જુલાઈ, 2026ની સ્થિતિએ અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાઓમાં સાત વર્ષથી વધુ
સમય વીતી ગયેલા કુલ 83 માર્ગ રીકાપેટ
કરવાના બાકી છે. તેમાં રાજ્ય હસ્તકના છ અને પંચાયત હસ્તકના 77 માર્ગનો સમાવેશ થાય છે. છેલ્લા
સમયગાળામાં કુલ 43 માર્ગ મંજૂર
કરવામાં આવ્યા છે. ગાંધીધામના ધારાસભ્ય માલતી
કિશોર મહેશ્વરીના પ્રશ્નના જવાબમાં જળસંપત્તિ મંત્રી (રાજ્યકક્ષાએ)એ જણાવ્યું હતું
કે, તા. 31 જુલાઈ, 2026ની સ્થિતિએ કચ્છ જિલ્લામાં
કુલ 20 મધ્યમ સિંચાઈ યોજનાઓ આવેલી
છે, તે પૈકી છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ 19 મધ્યમ સિંચાઈ યોજનાઓમાં સુધારાત્મક
કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના
માટે અંદાજિત રૂા.1246.80 લાખનો
ખર્ચ થયો છે.