યુએનના આંકડા મુજબ 2025માં વિશ્વમાં 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોની સંખ્યા આશરે 1.2 અબજ (120 કરોડ) છે ભારતમાં 60+ વયના લોકોની સંખ્યા આશરે 17 કરોડથી વધુ છે, અને આગામી એક દાયકામાં તે 23 કરોડની આસપાસ પહોંચવાની શક્યતા
છે
વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ 21 ઓગસ્ટના ઊજવવામાં આવે છે. આ ખાસ દિવસ વૃદ્ધોનું સન્માન કરે છે, તેમનાં જીવનભરનાં યોગદાનને સન્માન આપે છે અને
વૃદ્ધોની સંભાળ, ગૌરવ, આરોગ્ય અને સામાજિક
સમાવેશ વિશે જાગૃતિ લાવે છે.
* વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી પહેલીવાર 1991માં કરવામાં આવી હતી. તેનો
હેતુ વૃદ્ધોને અસર કરતી પરિસ્થિતિઓ અને સમસ્યાઓ,
જેમ કે સુખાકારીમાં ઘટાડો અને સંભવિત દુર્વ્યવહાર, પ્રત્યે જાગૃતિ લાવવાનો છે, પરંતુ મુખ્યત્વે આ દિવસ જૂની
પેઢીઓ સમાજમાં જે સમૃદ્ધિ લાવે છે, તેને યાદ કરવાનો અને પ્રશંસા
કરવાનો છે.
* વૃદ્ધ લોકો પરિવારો અને સમુદાયોમાં જે શાણપણ, અનુભવ અને માર્ગદર્શન લાવે છે તેની ઉજવણી કરવાનું
વિશેષ દિન સૂચવે છે. નિયમિત સ્વાસ્થ્ય તપાસ, સંતુલિત પોષણ અને
સક્રિય, સ્વસ્થ વૃદ્ધત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાની મહત્તા દર્શાવે
છે. સામાજિક સહાય પ્રણાલીઓમાં સુધારો કરતી વખતે એકલતા, વૃદ્ધો
સાથે દુર્વ્યવહાર અને ઉપેક્ષા સામે જાગૃતિ લાવવાનો સ્પેશિયલ ડે સંદેશ આપે છે.
* તાજેતરના યુએનના આંકડા મુજબ 2025માં વિશ્વમાં 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોની
સંખ્યા આશરે 1.2 અબજ (120 કરોડ) છે. આ સંખ્યા 1995માં લગભગ 54.1 કરોડ હતી. એટલે ત્રણ દાયકામાં
તેમાં ખૂબ મોટો વધારો થયો છે. UNના અંદાજ
પ્રમાણે 2050 સુધીમાં 60+ વયની વસતી 2.1 અબજ (210 કરોડ) સુધી પહોંચી શકે છે.
WHOના અનુમાન પ્રમાણે પણ 2030 સુધીમાં વિશ્વમાં 60+ લોકોની સંખ્યા 1.4 અબજ અને 2050માં 2.1 અબજ થઈ શકે છે.
* આજના સમયગાળામાં ભારતમાં 60+ વયના લોકોની સંખ્યા આશરે 17 કરોડથી વધુ છે, અને આગામી એક દાયકામાં તે 23 કરોડની આસપાસ પહોંચવાની શક્યતા છે. 2011માં 10.38 કરોડથી 2036માં લગભગ 23 કરોડ-એટલે માત્ર 25 વર્ષમાં સિનિયર સિટિઝનની સંખ્યા
બમણાથી પણ વધુ થવાની સંભાવના છે. UNFPAના અનુમાન મુજબ 2050 સુધીમાં ભારતમાં 60+ વયની વસતી લગભગ 34.6 કરોડ સુધી પહોંચી શકે છે અને દેશની કુલ વસતીમાં તેનો હિસ્સો
આશરે 21 ટકા થઈ શકે છે.
* 65 વર્ષ કે તેથી
વધુ વયને માપદંડ માનીએ, તો UN મુજબ 2021માં આવી વસતી આશરે 76.1 કરોડ હતી અને 2050 સુધીમાં વિશ્વની કુલ વસતીમાં તેનો હિસ્સો લગભગ 17 ટકા થવાની શક્યતા છે.
સિનિયર સિટિઝન ડે પ્રસંગે જન્મભૂમિ પત્રોએ આપેલાં ઇજનનાં પગલે
વરિષ્ઠ નાગરિકોએ ઉમળકાભેર વિગતો-કૃતિઓ મોકલી છે. એ બાબતની સાનંદ નોંધ લેવા સાથે જણાવવાનું
કે, આજે કેટલીક મેટરને સ્થાન અપાયું છે.
* વૃદ્ધાવસ્થા માત્ર આરોગ્યનો પ્રશ્ન નથી; તે આર્થિક, સામાજિક,
માનસિક, કૌટુંબિક અને માનવાધિકાર સાથે જોડાયેલો
વ્યાપક વિષય છે.
* આંતરરાષ્ટ્રીય સ્તરે મુખ્ય નેતૃત્વ સંયુક્ત રાષ્ટ્રનું છે, ખાસ કરીને UN Department of Economic and Social Affairs (UN DESA) ના Programme on Ageing દ્વારા વૃદ્ધાવસ્થાને લગતી વૈશ્વિક નીતિ અને કાર્યક્રમોને આગળ
ધપાવવામાં આવે છે.