કોલંબો, તા. 20 : શ્રીલંકા વિરૂધ્ધ તા. 23 ઓગસ્ટથી શરૂ થનારી બીજી ટેસ્ટની ભારતીય ઇલેવનમાં ફેરબદલની પૂરી સંભાવના છે. મધ્યપ્રદેશના
33 વર્ષીય ઓલરાઉન્ડર સારાંશ જૈનને ટેસ્ટ પદાર્પણનો મોકો મળી શકે છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ
પ્રતિભાશાળી ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવના સ્થાને સારાંશ જૈનને તક આપવા તૈયાર છે.
ટીમ ઈન્ડિયાએ પહેલી ટેસ્ટમાં 16પ રને જીત મેળવી હતી. આ મેચમાં કુલદીપ યાદવનો
દેખાવ ખરાબ રહ્યો હતો. તેણે પૂરા મેચમાં 103 રનમાં માત્ર 1 વિકેટ લીધી હતી. આ સામે નવોદિત સ્પિનર માનવ સુથારે
10 અને અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ આઇપીએલ અને બાદમાં
ટી-20 વર્લ્ડ કપમાં પણ આઉટ ઓફ ફોર્મ જોવા મળ્યો હતો. સફેદ દડા બાદ લાલ દડામાં પણ તે રંગ
જમાવી શકયો નથી. આથી કોચ ગંભીર તેને રેસ્ટ આપી સારાંશ જૈનને તક આપવા પર વિચારી રહ્યા
છે. સારાંશ જૈન પાછલી બે ડોમેસ્ટિન સીઝનથી બોલ અને બેટથી સતત સારો દેખાવ કરી રહ્યો
છે. ગત દુલિપ ટ્રોફીમાં તેણે બે મેચમાં કુલ 16 વિકેટ લીધી હતી.