• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

બીજી ટેસ્ટની શ્રીલંકા ટીમમાંથી મેન્ડિસ અને ચંડિમાલ બહાર

કોલંબો, તા. 20 : ભારત સામેની બીજી ટેસ્ટની શ્રીલંકા ટીમમાંથી દિનેશ ચંડિમાલ અને કુસલ મેન્ડિસ બહાર થયા છે જ્યારે પથૂમ નિસંકાની ફિટ થવાની સંભાવના ઘણી ઓછી છે.  આમ 0-1થી પાછળ ચાલી રહેલી શ્રીલંકા ટીમ બીજી ટેસ્ટમાં તેના ત્રણ અનુભવી બેટધર વિના  ઉતરશે. મેન્ડિસને લંકા પ્રીમિયર લીગ દરમિયાન સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજા  થઇ હતી. આ પછીથી તે ટીમ બહાર છે. પહેલી ટેસ્ટમાં તેના સ્થાને નિરોશન ડિકવેલા શ્રીલંકા ટેસ્ટ ટીમમાં સામેલ થયો હતો. જ્યારે દિનેશ ચંડિમાલને પહેલા ટેસ્ટ દરમિયાન ફિલ્ડીંગ વખતે કનકશન ઇજા થઇ હતી. તેના સ્થાને બીજો ખેલાડી સૂર્યબંદારા ઈલેવનમાં સામેલ થયો હતો. આથી ચંડિમાલ 7 દિવસ સુધી રમી શકશે નહીં. જ્યારે પથૂમ નિસંકા જુલાઇમાં થયેલી કાંડાની ઇજામાંથી હજુ બહાર આવ્યો નથી.

Panchang

dd