• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

અંજાર : સૃષ્ટિ વિરોધનું કૃત્ય આચરનારો ઝડપાયો

ગાંધીધામ, તા. 20 : અંજારમાં માસૂમ બાળકને બાવળની ઝાડીમાં લઈ જઈ ગોંધી રાખી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા નરાધમને પોલીસે ઝડપી પાડયો હતો. અંજારમાં મિથિલા સોસાયટી સાંગ નદીના ખુણા પાસે રહેનાર હિતેશ સુદા મકવાણા નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સે એક માસૂમ બાળકને  બાવળની ઝાડીમાં લઈ જઈ તેને એકાદ કલાક સુધી ગોંધી રાખ્યો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ ચકચારી બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે દોડધામ આદરીને આ આરોપીને ઝડપી પાડયો હતો. આ શખ્સ વિરુદ્ધ અગાઉ દારૂ સંબંધી ગુનો નોંધાયેલો છે.

Panchang

dd