• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

રોટરી ડિસ્ટ્રીક્ટ 3055 એવોર્ડઝ : ભુજ વોલસિટીનો દબદબો

ભુજ, તા. 8 : રોટરી ડિસ્ટ્રીક્ટ 3055ના એવોર્ડઝમાં ભુજ વોલસિટી છવાઈ હતી. બેસ્ટ પ્રેસિડેન્ટનો એવોર્ડ રેટે. હર્ષદભાઈ ભીંડેને એનાયત કરવામાં આવ્યો હતો. આબુ રોડ રોટરી ડિસ્ટ્રીક્ટ 3055ના એવોર્ડ સેરેમની સમારંભમાં આર.સી. વોલસિટીને અનેકવિધ એવોર્ડ મળ્યા છે, જેમાં આરઆઈ સિટેશન, ડીજી સિટેશન, 100 ટકા રજિસ્ટ્રેશન, હોસ્ટિંગ થેલેસેમિયા અવેરનેસ મુક્તિ ડિસ્ટ્રીક્ટ કાર રેલી, થેલેસેમિયા વીક પાર્ટીસિપેસન, પોલ હેરિસ ચેલેન્જ સ્ટાર ક્લબ, બેસ્ટ મીડિયા કવરેજ, ટીવી-રેડિયો ગોલ્ડ, બેસ્ટ નવરાત્રિ ફોર કોઝ ગોલ્ડ, ઈન્ડિવિઝ્યુઅલ એવોર્ડ રોટે. પ્રિતેશ ઠક્કર, એજી ઝોન-17 : રોટે. ધર્મેશ મહેતા, સિગ્નિફિકન્ટ સર્વિસ એવોર્ડ :- એચએલએ ટેસ્ટિંગ કેમ્પ ફોર થેલેસેમિયા ચિલ્ડ્રન આરઆઈ સિટેશન, હોસ્ટિંગ ડિસ્ટ્રીક્ટ ઈવેન્ટ એજીએલએસ રોટે. દત્તુ ત્રિવેદી, બેસ્ટ પ્રેસિડન્ટ રોટે. હર્ષદ ભીંડે - સિલ્વર એવોર્ડ... જેવા વિવિધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડિસ્ટ્રીક્ટ ગવર્નર રોટે. નિગમભાઈ ચૌધરીએ ક્લબના નવરાત્રિ તેમજ થેલેસેમિયા પ્રોજેક્ટની સરાહના કરી હતી. પ્રમુખ હર્ષદ ભીંડેએ આ સફળતા માટે ક્લબના મેન્ટર જયેશભાઈ શાહ, ગેલેક્સી ઓફ પાસ્ટ પ્રેસિડેન્ટો, સેક્રેટરી રોટે. દર્શન ઠક્કર, ખજાનચી રોટે. રિતેશ સંઘવી તથા ક્લબના દરેક સભ્યોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Panchang

dd