• શનિવાર, 04 જુલાઈ, 2026

ડુમરાના વૃક્ષ પર લાગેલા ફાલ પરથી શ્રીકાર વરસાદના એંધાણ

નખત્રાણા, તા. 2 : હવામાન ખાતા દ્વારા નબળા ચોમાસાની આગાહી વચ્ચે ડુમરાના વૃક્ષોમાં લાગેલા વિપુલ ફાલ પરથી જાણકારો દ્વારા કચ્છમાં સચરાચર શ્રીકાર વરસાદ થવાના એંધાણ અપાતા લોકોમાં ખુશીની લહેર છવાઈ હતી. જૂના સમયમાં કુદરતી જંગલની વનસ્પતિમાં ઉપજતા ફળ-ફળાદીના પ્રમાણ ઉપરથી જાણકારો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતા ચોમાસાનો પ્રથમ અને સુકનવતા 14 દિવસીય નક્ષત્રના દિવસ વ્યતિત થઈ રહ્યા હોવા છતાં કચ્છમાં હજી સુધી વરસાદ ન વરસતા ખાસ કરીને પશુપાલક માલધારી, ખેડૂત વર્ગમાં ચિંતા જગાવી છે. બીજી તરફ હવામાન ખાતા દ્વારા નબળા ચોમાસુ થવાની આગાહી કરાઈ છે. ડુંગર-સીમાડાની વિવિધ વનસ્પતિ, વૃક્ષોમાં લાગેલા ફળ ઉપરથી જાણકારો વરસાદના વરતારાની આગાહી કરતા હોય છે. ડુમરાના વૃક્ષોમાં લાગેલા ફળોના પ્રમાણ ઉપરથી વરસાદના વરતારા અંગે આગાહી મોટા ભાગે સાચી પડે છે.  નખત્રાણા તા.નો વિખ્યાત ધીણોધર ડુંગરના શિખર ઉપર ડુમરા નામના વૃક્ષમાં મોટા પ્રમાણમાં ફળો આવેલા છે અને એ ફળો શાંખ પણ પડી હોવાથી જાણકારો અનુભવીઓએ ટૂંક સમયના દિવસોમાં શ્રીકાર સારો વરસાદ થવાના એંધાણ આપ્યા છે. જેથી લોકોમાં સારો વરસાદ થવાની આશથી ખુશીની લહેર ફરીવળી હોવાનું યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd