ગાંધીધામ, તા. 2 : દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા
અપાયેલી રાશનકિટનું કચ્છ જનરલ મજદૂર સંઘ દ્વારા વિતરણ કરાયું હતું. ડીપીએના જનસંપર્ક
કાર્યાલયના સહયોગથી સંઘને રાશનકિટ આપવામાં આવી હતી. પ્રતિનિધિઓએ શ્રમિકો સાથે સંવાદ
યોજી તેમના પ્રશ્નો અને સમસ્યાઓને સાંભળી હતી. તેમના કાયદેસર હકો, શ્રમિક કલ્યાણ યોજનાઓ અને સંગઠન દ્વારા કરવામાં
આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી અપાઈ હતી. વધતી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ, ઘરેલુ ગેસ તથા દૈનિક જરૂરિયાતોની વસ્તુઓના
વધતા ભાવને કારણે શ્રમિક વર્ગ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં
રાશન કિટનું વિતરણ શ્રમિક પરિવારો માટે રાહતરૂપ અને સંજીવની સમાન સાબિત થયું છે. શ્રમિકોએ કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પીવાના પાણીની
ગંભીર સમસ્યા અંગે પણ સંગઠન સમક્ષ રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં મહાસચિવ વંદના મિશ્રા,
કાર્યાલય સચિવ મુકેશ ભરવાડ, કોષાધ્યક્ષ કંચન લતા
સિદ્ધુ, ટ્રાન્સપોર્ટ વિભાગના દિલબહાદુર ભગત, અર્ચના શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતાં.