• શુક્રવાર, 03 જુલાઈ, 2026

ગાંધીધામ વાવાઝોડાં કેમ્પમાં પેયજળ તો મળ્યું, પણ દૂષિત

ગાંધીધામ, તા. 2 : ગાંધીધામના વાવાઝોડાં વસાહતમાં પીવાનું પાણી ગટર મિશ્રિત દૂષિત મળતાં મહિલાઓ અને લોકો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. લોકોએ રોગચાળો ફેલાય તે પહેલાં તાકીદે આ સમસ્યાનું સમાધાન લાવવાની ઉગ્ર માંગ કરતાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને સ્થળ ઉપર જઈને લીકેજ દૂર કરવાની કાર્યવાહીથી સમસ્યાનું સમાધાન લાવવાના પ્રયાસ કર્યા હતા. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં પીવાનાં પાણીની ગંભીર કટોકટી છે, તે વચ્ચે જે વિસ્તારોમાં પાણી મળે છે ત્યાં લીકેજના કારણે દૂષિત મળતું હોવાની વ્યાપક ફરિયાદો છે. અનેક વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરોએ લાઈનોને વ્યાપક નુકસાન પહોંચાડયું છે. તેમાં વારંવાર લીકેજો થઈ રહી છે, તો ઘણા વિસ્તારો એવા છે જ્યાં પીજીવીસીએલએ લાઈનોને વ્યાપક નુકસાન પહોંચાડયું છે, તો અમુક વિસ્તારોમાં લીકેજો હજુ યથાવત્ છે, જેના કારણે ઘરના નળમાં દૂષિત જળ આવતું હોવાની વ્યાપક ફરિયાદો તંત્ર સુધી પહોંચી રહી છે.  લોકો ઓનલાઈન પણ ફરિયાદો કરી રહ્યા છે, પણ તેનું સમાધાન આવતું નથી પરિણામે લોકોને કચેરીએ ધક્કા ખાવા પડી રહ્યા છે. શહેરના વાવાઝોડાં વસાહત વિસ્તારમાં ઘણા લાંબા સમયથી પીવાનું પાણી મળતું ન હતું, જ્યારે પીવાનું પાણી મળતું થયું, તો દૂષિત આવી રહ્યું છે. લોકો બોટલમાં દૂષિત પાણી ભરીને પાલિકા પહોંચ્યા હતા. તે પાણી પીવાની વાત તો બાજુ રહી, પણ સામાન્ય રીતે તે અન્ય કામોમાં પણ ઉપયોગમાં લઈ શકાય તેવું નથી. લોકોએ અધિકારીઓને મળીને રોગચાળો ફેલાય તે પહેલાં આ દૂષિત પાણીની સમસ્યા હલ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી, જેના પગલે તંત્ર સક્રિય થયું હતું અને સ્થળ ઉપર લાઈનોનાં નિરીક્ષણ માટે કર્મચારીઓ પહોંચ્યા હતા. લીકેજ દૂર કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ વરસાદ પહેલાં અલગ અલગ વિસ્તારોમાં જે લાઈનોમાં લીકેજ છે તેને દૂર કરવી જરૂરી છ ઁ. 

Panchang

dd