• શુક્રવાર, 03 જુલાઈ, 2026

ગળપાદરમાં શ્વાન સાથે પ્રકૃતિ વિરુદ્ધનું કૃત્ય કરનાર સામે ફોજદારી

ગાંધીધામ, તા. 2 : તાલુકામાં  ગળપાદરમાં શ્વાન સાથે  પ્રકૃતિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સ સામે  ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે વિધિવત રીતે  ફોજદારી નોંધાઈ હતી. કૈલાશનગર સોસાયટીમાં ગત તા. 19/6ના બે વાગ્યાના અરસામાં બનેલા બનાવમાં  નિર્ભય ફાઉન્ડેશનના અધ્યક્ષ મનીષભાઈ જમનાદાસ  દેવનાનીએ આરોપી અશોકભાઈ  સહાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ વિગતો  આપતાં જણાવ્યું હતું કે,   તહોમતદારોએ ગર્ભ  ધરાવતા શ્વાન સાથે ગેરબંધારણીય પ્રકૃતિ  વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ હીન કૃત્ય બાદ આરોપીએ  આ પશુના ગુપ્તાંગના ભાગે શારીરિક ઈજા પહોંચાડી હતી. પોલીસે  પશુ  પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધના અધિનિયમ તળે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે. આ બનાવથી પશુપ્રેમીઓમાં રોષની લાગણી પ્રર્વતી હતી. 

Panchang

dd