• શુક્રવાર, 03 જુલાઈ, 2026

ભુજમાં કાયમી વેરહાઉસ મળતા કચ્છના વણકરોને મોટી રાહત

ભુજ, તા. 2 : કચ્છની પરંપરાગત વણાટકળાને વૈશ્વિક ઓળખ અપાવવામાં ભારત સરકારના કાપડ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NHDC) મોટું પીઠબળ પૂરું પાડી રહ્યું છે. કચ્છના વણકરોને કાચો માલ મેળવવા માટે દૂર ન જવું પડે તે માટે છેલ્લાં બે વર્ષથી ખાસ ભુજ ખાતે કાયમી વેરહાઉસ કાર્યરત કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર દેશના કુલ 39 મુખ્ય વેરહાઉસમાંથી બે ગુજરાતમાં (લીમડી અને ભુજ) છે, જેમાં વેરહાઉસ નેટવર્કની દૃષ્ટિએ કચ્છ 2.56 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ વાસ્તવિક ઉત્પાદન અને સબસિડી વિતરણમાં તેનો ફાળો ખૂબ મોટો છે.  - ઓર્ડર આપવા ઈ-ધાગા એપ અને ઓળખકાર્ડથી સીધું જોડાણ : કચ્છના વણકરો અને સહકારી મંડળીઓ વણકર ઓળખકાર્ડ  તેમજ e-Dhaga App ના માધ્યમથી સીધા ઓનલાઈન સંસ્થા સાથે જોડાઈ રહ્યા છે. આ એપ દ્વારા કારીગરો ઘરે બેઠા યાર્ન (દોરા)નો ઓર્ડર આપી શકે છે અને સબસિડી પણ ટ્રેક કરી શકે છે. ભુજ વેરહાઉસનાં  રિદ્ધિબેન ભટ્ટના જણાવ્યા અનુસાર, પહેલાં કારીગરોને લુધિયાણા કે અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ સુવિધા મળતાં 100થી વધુ જૂના કારીગરો લાભ લઈ રહ્યા છે. તાજેતરમાં જ નવા 60 કારીગરની નોંધણી પૂર્ણ થઈ છે અને 40ની પ્રક્રિયા ચાલુ છે, જેનાથી વાર્ષિક વેચાણ લક્ષ્યાંક રૂા.50 લાખને આંબી જશે. - કાલા કોટન અને દોરા ઉપર 15 ટકા સુધીની સબસિડી : કચ્છના ઓર્ગેનિક અને પરંપરાગત `કાલા કોટન'ના વણાટને પ્રોત્સાહન આપવા માટે NHDC  એ દેશી કપાસના યાર્નને પોતાની સપ્લાય ચેઇનમાં સામેલ કર્યું છે. વણકરોને કપાસ, રેશમ અને ઊન જેવા ઉચ્ચ ગુણવત્તાયુક્ત દોરા પર સરકાર દ્વારા 15 ટકા સુધીની પ્રાઇસ સબસિડી આપવામાં આવે છે. - રાષ્ટ્રીય પ્રદર્શનોમાં કચ્છનો દબદબો : 50 ટકા સુધી ભાગીદારી  : NHDC  દ્વારા દેશના મોટા શહેરોમાં યોજાતા `નેશનલ હેન્ડલૂમ એક્સપો', `િસલ્ક ફેબ' અને `હેન્ડલૂમ હાટ' જેવા મેળાઓમાં ગુજરાત તરફથી ભાગ લેતા કારીગરોમાં 40 ટકાથી 50 ટકા કારીગરો કચ્છ જિલ્લાના હોય છે. કચ્છની શાલ અને સ્ટોલનાં સીધા વેચાણ માટે કારીગરોને વચેટિયા વગર તદ્દન મફત કે સસ્તા દરે સ્ટોલ ફાળવીને વાર્ષિક 10થી વધુ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. - વણાટકામના કારીગરોને મળતી અન્ય સુવિધા મુદ્રા લોન : નવો લૂમ (સાળ) ખરીદવા કે ધંધો વધારવા માટે માત્ર છ ટકાના વ્યાજદરે લોન અને રૂા. 10,000 સુધીની માર્જિન મની સહાય અપાય છે. - તાલીમ : કેમિકલમુક્ત વણાટ માટે `નેચરલ ડાયર્સ ટ્રાનિંગ' અને આધુનિક ડિઝાઇનની તાલીમ આપવામાં આવે છે. - બાળકો માટે સ્કોલરશિપ : વણકર પરિવારોનાં બાળકો જો ટેક્સટાઈલ કે ઉચ્ચ અભ્યાસ કરે, તો વાર્ષિક રૂા. 2,00,000 સુધીની સહાય અને દર મહિને રૂા. 5,000નું સ્ટાઇપેન્ડ સીધું બેંક ખાતામાં (DBT) જમા થાય છે.  

Panchang

dd