ભુજ, તા. 2 : શહેરની ભાગોળે નાગોર રોડ બાજુ
બાવળોની ઝાડીમાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર ખેલીને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે બે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આજે
બપોરે બી-ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ કરતાં નાગોર ફાટક પાસે પહોંચતાં બાતમી મળી હતી કે,
ગુજરાત સીએનજી ગેસની સામે અમરગંગા ઈન્ડસ્ટ્રિયલ પાર્કની બાજુમાં બાવળોની
ઝાડીમાં જુગાર રમાઈ રહ્યો છે. આથી પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે પ્લાસ્ટિકના કોઈનથી
જુગાર રમતા મજીદ સુલેમાન ચંગલ, નૂરમામદ ઉર્ફે નૂરો અલીમામદ મોખા,
અબ્દુલ ઉર્ફે લડ્ડુ મામદ ગગડા અને ઈરફાન સલીમ લાખા (રહે. તમામ ભુજ)ને
ઝડપી લીધા હતા, જ્યારે મુસ્તાક જુસબ ખારાદ અને વહાબ સુલેમાન મોખા
(રહે. બન્ને ભુજ) નાસી છૂટયા હતા. દરોડામાં પોલીસે રોકડા રૂા. 10,900 અને 40 પ્લાસ્ટિકના કોઈન કબજે લઈ છએ
આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.