મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 24 : અહીં 25 વર્ષથી લોકફાળાથી ચાલતી સ્વનર્ભિર
ગ્રામ વિકાસ મંડળ સંચાલિત જી.એમ.ડી.સી. માધ્યમિક શાળાને આરએમએસએ (અનુદાનિત)નો દરજ્જો
મળતાં પશ્ચિમ કચ્છ એસ.પી.ના હસ્તે પ્રારંભ કરાવાયો હતો. લક્ષ્ય મુજબ અભ્યાસક્રમને આગળ
વધારે તો વિદ્યાર્થી પોલીસ, વકીલ,
ઈનજેર સહિતના પદ હાંસિલ કરી શકે છે તેવી શીખ પોલીસવડા વિકાસ સુંડાએ શાળાનો
પ્રારંભ કરાવતાં આપી હતી. તેમણે બાળકોને મોબાઈલથી દૂર રાખી રમતગમત ક્ષેત્રે પ્રવૃત્તમય
બનાવવા વાલીઓને જણાવ્યું હતું. અધ્યક્ષસ્થાનેથી ગ્રામ વિકાસ મંડળના પ્રમુખ ભરતભાઈ સોમજિયાણીએ શાળાને ગ્રાન્ટેડ કરવાના સરકારના અભિગમને બિરદાવી,
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયત્નોની સરાહના કરી હતી. સંત સુરેશદાસ
બાપુએ આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ દમયંતીબેન સેંઘાણી,
કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, તા. ભાજપ પ્રમુખ
ધર્મેશ કેશરાણી, મંત્રી હરિસિંહ રાઠોડ, સવિતાબેન સોલંકી, જાગૃતિબેન પલણ, હિરેન ભટ્ટ, દીપક આઈયા, કાનજી દાદા
કાપડી, રતિલાલ મામા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન શ્રવણ ભાવાણી,
આભારવિધિ ટપુભા જાડેજાએ કરી હતી.