નવી દિલ્હી, તા. 24 : અદાણી ગ્રુપના
ચેરમેન ગૌતમ અદાણીએ ગ્રુપની વાર્ષિક સામાન્ય સભામાં દેશના ઊર્જા ક્ષેત્રને લઈને ઘણી
મોટી અને ઐતિહાસિક જાહેરાતો કરી છે. થર્મલ, રિન્યૂએબલ, હાઇડ્રો અને ગેસ પછી અદાણી ગ્રુપ હવે દેશના
પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં ભવ્ય પ્રવેશ કરવા જઈ રહ્યું છે. આ માટે, ગ્રુપે અદાણી એટોમિક એનર્જી નામની એક નવી કંપનીની રચના કરી છે અને વર્ષ 2035 સુધીમાં 10 ગિગાવોટ પરમાણુ ઊર્જા ક્ષમતા
વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અદાણીએ સભામાં ઘણી મોટી જાહેરાતો કરી. ગૌતમ અદાણીએ
જણાવ્યું હતું કે, પરમાણુ ઊર્જા
પ્રોજેક્ટ માટે જમીન પહેલાથી જ ઓળખી કાઢવામાં આવી છે. આ પગલું દેશના વધતા વીજળી વપરાશ
અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની લાંબાગાળાની
ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે. અદાણી પાવર વીજ ઉત્પાદનમાં દેશનો સૌથી મોટો ખાનગી રોકાણ
કાર્યક્રમ ચલાવી રહી છે. જેના હેઠળ આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડ
રૂપિયાથી વધુના મૂડી ખર્ચ સાથે ઉત્પાદન ક્ષમતા 45 ગિગાવોટ (ઋઠ) સુધી વધારવાનો લક્ષ્યાંક છે. આ જૂથે ભુટાનના ડ્રુક
ગ્રીન પાવર કોર્પોરેશન સાથે ભાગીદારી કરીને સંયુક્ત રીતે 5,000 મેગાવોટની હાઇડ્રોપાવર ક્ષમતા
વિકસાવવાનો નિર્ણય લીધો છે. જમીન ઓળખી કાઢવામાં આવી છે અને 2035 સુધીમાં 10 ઋઠ ક્ષમતાનો લક્ષ્યાંક નક્કી
કરવામાં આવ્યો છે. દેશની સ્વચ્છ, 24 કલાક વીજળીની વધતી જતી માંગને
પહોંચી વળવા માટે શરૂઆતથી જ જૂથ સક્રિય છે. નાણાકીય વર્ષ 2025-26 (ઢિ26) અદાણી ગ્રુપ માટે રેકોર્ડ સિદ્ધિઓનું
વર્ષ હતું. અદાણી ગ્રુપે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિક્રમી દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ
કર્યું, જે આ વર્ષે ભારતના સમગ્ર ખાનગી ક્ષેત્ર દ્વારા
કુલ નવા મૂડી ખર્ચના 30ટકાથી વધુનું
પ્રતિનિધિત્વ કરે છે. આ વર્ષની શરૂઆતમાં પૂર્ણ થયેલા રૂા.25,000 કરોડના રાઈટ્સ ઈશ્યૂનો ઉલ્લેખ
કરતાં ગૌતમ અદાણીએ કહ્યું, `જ્યારે કેટલાક લોકોએ અમારી સ્થિતિ પર સવાલ
ઉઠાવીને શંકા ઉઠાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે રોકાણકારોએ ખાતરીપૂર્વક જવાબ આપ્યો. આ ભંડોળ એકત્ર કરવું અમારી વિશ્વસનીયતા
પર લોકમત હતો.' નાણાકીય વર્ષ 2025-26માં અદાણી પોર્ટ્સે 500 મિલિયન ટનથી વધુના વિક્રમી
કાર્ગો વોલ્યૂમનું સંચાલન કર્યું. 2030 સુધીમાં 1 અબજ ટન સુધી
પહોંચવાનું લક્ષ્ય છે. વાઝિંજામ પોર્ટે તેના પહેલા વર્ષમાં 1 મિલિયન ઝઊઞનો આંકડો પાર કર્યો.