• ગુરુવાર, 25 જૂન, 2026

ગાંધીધામ પોલીસની કડક કાર્યવાહી : ત્રણને તડીપાર કરાયા

ગાંધીધામ, તા. 24 : કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્ત્વો પર લગામ કસાય તે હેતુથી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે વારંવાર મિલકત, શરીર સંબંધી ગુના આચરતા ત્રણ શખ્સને તડીપાર કર્યા હતા. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ દ્વારા વારંવાર ગુના આચરતા અને માથાભારે શખ્સો વિરુદ્ધ તડીપારની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા સમાહર્તાને મોકલવામાં આવી હતી. અધિકારીઓના આદેશ બાદ કિડાણાના ઈમરાન ઉર્ફે ઈમલો ઈબ્રાહિમ કટિયા, રફિક ઉર્ફે ઉંદર કાસમ નિગામણા તથા અબ્દુલ મુસા ચાવડાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી. ઈમરાન નામના શખ્સ સામે અગાઉ બી-ડિવિઝન પોલીસ મથકે સાત જુદા-જુદા ગુના નોંધાયેલા છે. રફિક ઉર્ફે ઉંદર સામે ચાર તથા અબ્દુલ સામે જુદી-જુદી કલમો તળે ત્રણ ગુના નોંધાયેલા છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ત્રણેયને તેની જાણ કરી કચ્છ તથા કચ્છને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા. પોલીસની આ કડક કાર્યવાહીથી માથાભારે તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, વિસ્તારમાં શાંતિ ભંગ કરનારા કે કાયદો હાથમાં લેનારા કોઈ પણ શખ્સને  મુકાશે નહીં અને આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.  

Panchang

dd