• ગુરુવાર, 25 જૂન, 2026

`ઓટલા દાવ'ને ગુજરાત વિદ્યાપીઠ અનુસ્નાતક અભ્યાસક્રમમાં સ્થાન

ભુજ, તા. 24 : કચ્છના ગુજરાતી લેખિકા ડો. દર્શના ધોળકિયાની સ્મૃતિકથા `ઓટલા દાવ' ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પસંદગી પામી છે. આ અગાઉ આ પુસ્તક કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પસંદગી પામી ચૂકેલું છે. આ કૃતિ અગાઉ `કચ્છમિત્ર' અને `કુમાર' સામયિકમાં હપ્તાવાર પ્રગટ થઇ ચૂકી છે. પ્રસ્તુત કૃતિને કુમાર ચંદ્રક તેમજ કમલા પરીખ સ્મૃતિ ચંદ્રક પ્રાપ્ત થયા છે. કચ્છ યુનિના. તૃતીય વર્ષના અભ્યાસકાળમાં પણ આ પુસ્તક સમમાવિષ્ટ થયું છે. 

Panchang

dd