• ગુરુવાર, 25 જૂન, 2026

તેજસ્વી છાત્રોનું સન્માન એ સમાજનાં ઉજ્જવળ ભવિષ્ય માટેનું રોકાણ

મોટી વીરાણી (તા. નખત્રાણા)તા. 24 :  નખત્રાણા તલુકાનાં મથલ ગામે તાલુકાના કુંભાર સમાજ દ્વારા આયોજિત શૈક્ષણિક સન્માન સમારોહમાં 125 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. દીની શિક્ષણ પૂર્ણ કરનારા ચાર વિદ્યાર્થી અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા યુવાનોને પણ બિરદાવાયા શિક્ષિત સમાજ સમૃદ્ધ સમાજનું નિર્માણ કરે તેવો સૂર વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમ અતિથિવિશેષ પદે પ્રમુખ કુંભાર ઇશાક ઇબ્રાહીમ, નખત્રાણા નગગરપાલિકા કાઉન્સિલર હાજી મુસા રજાકભાઈ, હાજી ફકીરમોહમ્મદભાઈ કુંભાર,   ભચુભા કુંભાર, હાજી સાલેમામદ, મામદ મુસા, ઉમરભાઈ, હનીફભાઈ, ગનીભાઈ, રજાકભાઈ ડો. ઇશાભાઈ, ઓસમાણભાઈ કુંભાર અભાસભાઈ, સુલતાનભાઈ, હાજીગની, ઈશાભાઈ, મજીદભાઈ, હાજી હમીદ, હુસેનભાઈ  હાસમભાઈ, મુબારકભાઈ અમારા, હાજી અયુબ, સિદ્ધકભાઈ કુંભાર, જુસબભાઈ, ફકીરમામદભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અખિલ કચ્છ કુંભાર સામજના યુવા પ્રમુખ હારૂનભાઈ કુંભાર અને મજીદભાઈએ ઉદ્બોધનમાં શિક્ષણ અને સમાજ વિકાસ - વિષયક વાત કરી હતી. તેજસ્વી છાત્રોનું સન્માન એ ભવિષ્ય માટેનું રોકાણ હોવાનું  જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ શિક્ષણના મહત્ત્વ અંગે અસરકારક વક્તવ્ય રજૂ કર્યું હતું. પ્રથમ શિક્ષક તરીકે કુંભાર જુસબભાઈ જખૌવાલાનું વિશેષ સન્માન કરાયું હતું. સંચાલન રમજાન કુંભાર અને ઈસ્માઈલ કુંભાર તથા આભારવિધિ ઓસમાનભાઈ કુંભારે કરી હતી. 

Panchang

dd